Thursday, March 23, 2017

આગે ધાબે પર ઝરા હોલ્ટ કિજીયેગા

         
આગે ધાબે પર ઝરા હોલ્ટ કિજીયેગા

            નેશનવ હાઇવે પરની રખડપટ્ટીનો જેટલો રોમાંચ હોય છે એટલી જ હાઇવે પરના ધાબાઓની અનોખી દુનિયા હોય છે. બદલતા ટ્રેન્ડની સાથે મહાનગરોની આસપાસના હાઇવે પર તહેવારના સમયે લોકો લોંગ ડ્રાઇવ વીથ ડીનરનું આયોજન કરે છે. દેશના હાઇવે જેટલા મજબુત છે એટલી જ મજેદાર વાનગીઓ હાઇવે પરના ધાબાઓમાંથી મળી રહે છે. રોડના કિનારે વિશાળ જગ્યા, પથરાયેલા ખાટલાઓ,  બેસવાના ટેબલ ખુરશીના સ્થાને બાકડાંઓ, તૈયાર થતી રસોઇનીં સુગંધ, ખુલ્લુ રસોડું જ્યાં અંદર આવવાની મનાઇ છે એવું લખેલું ન હોય. લાઇવ કુકિંગ અને ક્લાસિક એક્સપિરિયન્સ. જે તે રાજ્યના હાઇવે પર આવેલા ધાબાઓની મુલાકાત લો એટલે જે તે પ્રદેશના જાણીતા વ્યંજનોની યાદી મેનુમાં વાંચવા મળે. જેમ કે, રાજસ્થાનના હાઇવે પરના ધાબાઓમાં દાલબાટી, પંજાબના હાઇવે પરના ધાબામાં પરાઠા, મધ્યપ્રદેશના હાઇવે પર ચાટ મસાલા. રાષ્ટ્રમાં જેટલું પ્રાંતનું વૈવિધ્ય છે એટલું જ ખાણીપીણીની વિવિધતા છે.ક્યાંક સ્પાઇસી તો ક્યાંક સ્વીટ. ભાઇ આગળના ધાબે થોડો હોલ્ટ કરીએ...
મુંબઇ-ગોવા હાઇવે

                     ધમધોકાર તડકો અને લૂં ઝરતો વાયરો, આંગળીના વેઢે ગણી શકાય એટલા વાહનોની અવરજવર. ઉનાળાનો માહોલ હાઇવે પર કંઇક અલગ રીતે વર્તાય છે.  રાત્રીના સમયે વાહનોથી ખીચોખીચ હાઇવેના રસ્તાઓ બપોરના સમયે વધુ લાંબા અને પહોળા થતા લાગે. આ અનુભવ કરવો હોય તો એપ્રિલ જૂનની વચ્ચે જયપુર-દિલ્લીના હાઇવે પર ટ્રીપ કરી આવો. આ રોડ પર બપોરના સમયે બાજુમાંથી પસાર થતા વાહનોનો સરવાળો પણ 500નો નહીં થાય. ઉનાળાની ગરમીનો માહોલ છે. બારી બંધ કરો અને કારનું એસી શરૂ કરો. આંખ પર ગોગલ્સ અને દિમાંગમાં ધુન. એનએચ-1 અને એનએચ-2 પર આંટો મારવા જેવો છે. આ દેશનો બેસ્ટ ગ્રાન્ટ ટ્રંક રોડ છે જે ટ્રકના ટ્રાફિક માટે જાણીતો છે. મનમાં મુકામ નિશ્ચિત હોય અને ખિસ્સા ખમતીધર હોય ત્યારે એનએચ47Aનો અનુભવ કરવા જેવો. આંખ બંધ કરશો તો પણ આ હાઇવે સપનામાં આવશે. એટલો સરસ આ હાઇવે છે.જે કોચી શહેરને કેરલના વેલિંગ્ટન ટાપુ સુધી જોડે છે. પોઇન્ટ ટું બી નોટેડ. વેલિંગ્ટન કેરલનો શ્રેષ્ઠ ટાપુ છે. જે મુલાકાતીઓને આંદામાન નિકોબારમાં હોવાનો અહેસાસ કરાવે છે.
             નેતાઓ વારંવાર પીપીપી પ્રોજેક્ટની ગર્જના કરતા હોયે છે. હાઇવે પ્રોજેક્ટમાં દેશનો સૌ પ્રથમ પીપીપી ધોરણ નીચે તૈયાર થયેલો ફોર લેન હાઇવે કોઇમ્બતુરથી પલ્લાકડનો છે. જેનો શ્રેય તમિલનાડું સરકારને જાય છે. આજે આ હાઇવેને 25 વર્ષ પુરા થયા. મોડી રાત્રે ઘરેથી નીકળેલી આપણી કારે સવારે બ્રેકફાસ્ટ કર્યો. હવે બપોર થવા આવી, ઘરના થેપલા, રોટલી, સુકીભાજીના ડબ્બા ખાલી થઇ ગયા હોય તો લલકારો દેશના બેસ્ટ હાઇવે પરના ધાબાઓના આંગળા ચાટતા કરી દે તેવા વ્યંજન. આપણા ગુજરાતીઓની ખુબી એ છે કે ગુજરાતમાં સાઉથ ઇન્ડિયન અને ચાઇનીઝ થાઇ ફુડની મોજ માણે અને ગુજરાત મુક્યા બાદ ગુજરાતી થાળી અને એમા પણ ખાસ દાળભાત શોધે. ગુજરાતના જાણીતા ધાબાઓના નામ લખવાની કોઇ જરૂર નથી કારણ કે 24 કલાક દેશી બીટ પર વાગતા જૂના ગીત, ચાનો ચુલો, શેરડીનો ચિચોળો, પાનનો ગલ્લો અને રૂમાલથી લઇને ડસ્ટર સુધીની ચાઇનિઝ આઇટમનું દુકાનરૂપી પ્રદર્શન આવું ગુજરાતના ધાબે જ જોવા મળે. આ ગુજરાતના ધાબાની નિશાની છે જ્યાં સ્વચ્છતા અભિયાનનો સાવરણો મહિને એકાદવાર માંડ ફરતો હશે અને શૌચાલયમાં ચોવીસ કલાક સુ-ગંધ આવતી હોય પણ પાણી ટાઇમટેબલ પ્રમાણે આવતું હોય. રાજસ્થાનથી ગુજરાતમાં આવો ત્યારે ડુંગરપુર પાસે પણ ઉદેપુર શરૂ થતા પહેલા ખુબ સરસ ધાબો છે. જે ફાઇવ સ્ટાર હોટલ જેવો લાગે છે.

દિલ્લી ગુડગાવ નેશનલ હાઇવે
                      જ્યાં રાજસ્થાની દાલબાટીથી લઇને ગુજરાતી દાળભાત ગરમાગરમ મળે છે. આ સાથે ટાઢી છાશ, મીઠી લસ્સી અને શોખીનો માટે ઠંડી બોટલ.(શેની? એ તમારે સમજી જવાનું) અમૃતસર દિલ્લી વચ્ચે સુખદેવજી કા ધાબા ફેમસ છે. અહીંના પરાઠા ખાવા જેવા. આપણા દેશી પરાઠાને ટક્કર મારે એવા. આ સાથે દિલ્લીની વાનગીઓ જેમ કે, દાલચાટ, સમોસા ચાટ, પનીર પરાઠા સાથે ધીમા વોલ્યુમથી વાગતું સંગીત, સ્વચ્છ ટોઇલેટ બાથરૂમ, લાંબા થઇને સુઇ નહીં પણ પહોળા થઇને પોઢી શકાય એવા ગાદલાવાળા ખાટલા. પોઇન્ટ ટું બી નોટેડ. અહીના ચાર્જ મિનિમમ છે એટલે સિઝનમાં ભીડ રહે છે.


                 હવે બનાવો આ ધાબે જમી શકાય એવી ડીશનું લીસ્ટ. પ્લેન પારાઠા, પનીર પરાઠા, સ્પેશ્ય આઇટમ મૃથલ કે પરાઠે, ડ્રાઇફ્રુટ લસ્સી, લીંબુપાણી (હા, લીંબુ પાણી એટલા માટે કારણ કે અહીં લીંબુ પાણી માટે ખાસ મસાલો તૈયાર કરવામાં આવે છે.), કોબીનું શાક અને પ્યાઝ કુલચા. હાશ....પેટ ભરાઇ ગયુ. હવે મારો લીવર અને ખેંચો નીંદર (ઊંધ). હાઇવની સફરમાં સાંજની પણ એક અનોખી મજા હોય છે. રસ્તાની એક બાજુ ઢળતો સૂર્ય, ધીમે ધીમે ડીમ થતી સનલાઇટ, જાણે કુદરત તારાઓની ચાદર પાથરવા માટે તૈયાર થઇ રહ્યો હોય. આ શબ્દોની વાસ્તવિકતા માણવી હોય અને હાઇવની સફરનું થ્રીલ બમણું કરવું હોય તો પહોંચો પંજાબ. પાંચ નદીઓનું રાજ્ય. જ્યારે પણ પંજાબ જવાનું થાય ત્યારે પાનીપત શહેરની મુલકાત અચૂક લેવી. આ શહેર ઐતિહાસિક તો છે જ પણ પંજાબના દેશી કલ્ચરની ગામઠી મોજ કરવતો ધાબો એટલે કર્નાલ કા ધાબા. આ એક ડીઝાઇન કરેલું રેસ્ટોરા છે. પણ અહીં ધાબાના લીસ્ટમાં લઇશું કારણ કે, અહીં હાઇવેની એક થીમ ઉભી કરવામાં આવી છે.


NH-13 મુંબઇ-મેંગ્લોર
               વિશાળ પાર્કિગ, ટોલનાકા જેવા ફુડ કાઉન્ટર, બેસવાના બાંકડા અને મોજેમોજ. જે પંજાબી મેનું આપણે ત્યાં છે એ તો મળશે જ. એ સિવાય પણ ખરા અર્થમાં પંજાબની થાળીનો સ્વાદ ચાખવો હોય તો, મંગાવો આ ધાબાનું ફ્લાવર મસાલા, સાદી રોટી, રોસ્ટેડ ભીંડી આ તેની સ્પેશ્યલ ડીશ છે. જ્યારે અન્ય મેનું સિઝનલ હોય છે. આ જ રૂટ પર નોનવેજ ખાનારાઓ માટે મયુર દા ધાબા છે. હવે કાઢો નોટ અને ખોલો પેન બનાવો લીસ્ટ...ઉત્તર ભારતમાં ગમે ત્યારે ગમે ત્યાં બાય કાર લઇને ફરવાનું થાય ત્યારે કોઇ કંપનીની ફ્રેન્ચાઇઝીના ફ્રીજમાં મૂકેલા રાંધણ ઝાપટવા કરતા દેશી ધાબાનો આનંદ લેજો. જેમાં લુધીયાણા હાઇવે પર ઝમીનદાર કા ધાબા, જલંધર(પંજાબ) હાઇવે પર લકી કા ડીનર (ઉત્તર ભારતના સૌથી જૂના ધાબા પૈકીનો એક.1960થી ચાલુ છે), આ જ રૂટ પર હવેલી રેસ્ટોરા, લેહ લદ્દાખ હાઇવે પર સંજય કા ધાબા, શિમલા હાઇવે પર ગિનિ પોઇન્ટ, એનએચ-24 એટલે કે દિલ્લીથી મેરઠ હાઇવે પર ભોજન કા તડકા. આ લીસ્ટ ઘણું લાબું છે અહીં જે જાણીતા છે એની રજૂઆત છે.


            દેશની બોર્ડરને જોવા માટે અવારનવાર આયોજન થતા હશે અને તે માટેની પરવાનગી પણ લેવી પડતી હશે. પણ હાઇવેની સફર પર નીકળ્યા હોય બીજા દેશ સુધી જવાનો રસ્તો મળે તો? આ શક્ય છે દેશના NH39 હાઇવે પર જે હાઇવેને લાઇફલાઇન ઓફ મ્યાનમાર કહેવામાં આવે છે. આ હાઇવે ભારત અને મ્યાનમારના સહિયારા પ્રયાસથી બન્યો છે. અંતમાં ટાટા, બાય બાય સીયું, એન્જોય ધ હાઇવે રાઇડ.

નોંધઃ અહીં હાઇવેને લગતી કેટલીક માહિતી મૂકી છે અને નક્શાઓ પણ શેક કર્યા છે.


National Highway

National highway
Route
Distance
(KM)
NH-1
Jalandhar – Uri
663
NH-1A
New Delhi-Ambala-Jalandhar-Amritsar
456
NH-2
Delhi-Mathura-Agra-Kanpur-Allahabad-Varanasi-Kolkata
1465
NH-3
Agra-Gwalior-Nasik-Mumbai
1161
NH-4
Thane and Chennai via Pune and Belgaun
1235
NH-5
Kolkata - Chennai
1533
NH-6
Kolkata – Dhule
1949
NH-7longest
Varanasi – Kanyakumari
2369
NH-8
Delhi-Mumbai-(vai Jaipur, Baroda and Ahmedabad)
1428
NH-9
Mumbai-Vijaywada
841
NH-10
Delhi-Fazilka
403
NH-11
Agra- Bikaner
582
NH-12
Jabalpur-Jaipur
890
NH-13
Sholapur-Mangalore
691
NH-15
Pathankot-Samakhiali
1526
NH-17
Panvel-Edapally
1269
NH-22
Ambala-Shipkitr
459
NH-28
Lucknow-Barauni
570
NH-31
Barhi-Guwahati
1125
NH-37
Panchratna (near Goalpara) – Saiknoaghat
680
NH-44
Shillong-Sabroom
630
NH-49
Cochin-Dhanshkodi
440
NH-52
Baihata-Junction NH-47 (near Saikhoaghat)
850
NH-58
Delhi-Mana
538
NH-65
Ambala-Pali
690
NH-75
Gwalior-Ranchi
955
NH-76
Pindwara-Allahabad
1007
NH-78
Katni-Gumla
559
NH-86
Kanpur-Dewas
674
NH-91
Ghaziabad-Kanpur
405
NH-150
Aizawl-Kohima
700
NH-200
Raipur-Chandikhal
740
NH-205
Ananthapur-Chennai
442
NH-209
Dindigul-Bengaluru
456
NH-211
Solapur-Dhule
400
NH-217
Raipur-Gopalpur
508
NH-220
Kollam (Quilon)-Teui
265





Thursday, March 16, 2017

રાષ્ટ્રના ધોરીમાર્ગોના રોમાંચક સફર


રાષ્ટ્રના ધોરીમાર્ગોના રોમાંચક સફર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાત ભલે ચૂંટણીલક્ષી માનવમાં આવતી હોય પણ જે રીતે વડીલો વતનમાં આવીને ભેંટ આપતા હોય છે તેમ મોદીએ પણ ઘરે આવીને જાહેરાત કરી દીઘી. એક પ્રવાસપથને ખુલ્લો મૂકને અન્યા માર્ગોની કાયાપલટના વાવડ વહેતા કર્યા. રાજ્યના પૂર્વ સીએમ આનંદીબેન પટેલે પોતાની વિદાય વખતે ટોલ ફ્રીની 'સ્કિમ' આપીને આનંદિત કર્યા. જ્યારે પીએમએ રાજ્યમાં 8 નવા નેશનલ હાઇવેની વાત કરીને પેઇડ પોલીસીના એંધાણ આપી દીધા. આ દેશના એવા ઘણા ધોરી માર્ગો છે જેની સફર એક યાદગીરીના પ્રવાસથી ઓછી નથી. દેશના મજબુત રોડ નેટવર્કની મજેદાર શાબ્દિક સફરમાં આપનું સ્વાગત છે. સડસડાટ જતી કાર, સવારનો આછો તડકો, પ્રમાણસર ટ્રાફિક, કારમાં વાગતા ભજનીયા, સારી ચા મળી રહે અને થોડી હળવાશ થાય એવા ધાબા શોધતી ડ્રાઇવરની આંખો, પ્રવાસના અનોખા વાતાવરણની આ અદ્દભૂત મજા છે.
NH7 Varanasi To Kanyakumari.

                      આંખના પલકારામાં પસાર થતા રોડ સાઇડના માઇલસ્ટોન મહાનગરોના કિમી-અંતર, આવનારા નાના મુકામના ઓછા થતા કિલોમીટર, ફેલાયેલી પ્રકૃતિ વચ્ચેથી પસાર થતી કાર ક્યારે કોઇ ફ્લાઇ ઓવર ચડી જાય એનો ખ્યાલ ન રહે. મોદી સરકારના શાસનમાં મફતનું આપવાની યોજનાઓની આખી શ્રેણી જાહેર થઇ છે. જ્યારે વાજપેઇ રાજાના સમયમાં દેશની રોડલિંકનું બેસ્ટ કામ થયું છે. બે રાજ્યો વચ્ચેના રસ્તાઓ જ નહીં પણ રાજ્યના અંદરના એટલે કે સ્ટેટ હાઇવેની પણ સુરતી બદલી છે. જેથી રોડ રાઇડિંગ એડવેંચર ટ્રીપ કરનારાઓને હાઇવેરૂપી સમુદ્ર કાર કે બાઇકથી ખેડતા હોય એવું લાગે. ગ્રામ્ય કે જિલ્લાઓને જોડતા એક્સપ્રેસ વે સહિતના કુલ હાઇવેની લંબાઇ આશરે 33 લાખ કિમી જેટલી છે. જેમાં સ્ટેટ હાઇવે જે એક્સપ્રેસ વે અને નેશનલ હાઇવેને મળે છે એનો સમાવેશ થાય છે. હાઇવે ઓથોરિટીની યાદીમાં નાના મોટા થઇને કુલ 200 હાઇવેની નોંધ લેવામાં આવી છે. ગુજરાતના નવા જાહેર થયેલા હાઇવેનું લિસ્ટિંગ થશે તો કુલ સંખ્યા 208ની થશે જ્યારે લંબાઇ 92,851 કિમીથી વધી જશે. તેલંગણાને બાદ કરતા તમામ રાજકીય ધોરીમાર્ગની કુલ લંબાઇ 1,31,899 કિમી જેટલી છે. નવા જાહેર થયેલા હાઇવેની કુલ લંબાઇ ઉમેરાશે તો કુલ 50,000કિમીનો વધારો થશે.

                   અહીં માહિતીનો ખડકલો કે લેકચરની લાપસી પીરસવાનો કોઇ ઇરાદો નથી પણ ફેક્ટ અને ફિગરને જીગરથી લખવાની ઇચ્છા છે. દેશના કુલ 22,900 કિમીના હાઇવે 4 અને 6 લેનના છે એ પણ ટોલ ટેક્સની ટોપલીઓ સાથે. હવે લીવર ડાઉન કરીને બ્રેક પર વજન વધારીએ...મહાનગરોને જોડતા નાના મોટા હાઇવે, અંડરપાસ અને ફ્લાઇ ઓવર શહેરી તંત્રના રોડ પ્રોજેક્ટથી 40 % ટ્રાફિકને કંટ્રોલ કરે છે એટલે કે દ્વારકાથી અમદાવાદ આવવું હોય તો રાજકોટ સિટીમાં આવવાના જગ્યાએ બાયપાસથી ડાઇવર્ટ થઇ શકાય.એવી જ રીતે અમદાવાદથી નાથદ્વારા જતી વખતે ઉદયપુરની ઉડતી મુલાકાત ન કરવી હોય તો ગીતાંજલી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ બાદ તરત જ જમણા હાથે રસ્તો નીકળે છે એ પણ ફોરલેન. જે સીધો ફ્લાઇ ઓવર પર થઇને નાથદ્વારા ટચ થાય છે. તો હવે કરો કલ્ચ પાડો ગેર અને દબાવો લીવર...


                     દેશના નેશનલ પ્રોજેક્ટમાં પ્રકૃતિને ડેમેજ થવાની ખોટી પિપૂડી વગાડીને પર્યાવરણ હિતલક્ષી કેસ ફાઇલ કરીને કોર્ટમાં મેટર વધારતા કાટ ખાઇ ગયેલી બુધ્ધીના બારદાન લાયક માણસો બે પહાડો વચ્ચેથી રસ્તો નીકળતો જોઇને મૌનવ્રત સેવી લે છે. એવું નથી કે કોઇ પણ ભોગે વિકાસનો નક્શાને આકાર આપવો. આસપાસના ઝાડનું જતન કરવામાં આવે છે. ડિવાઇર વચ્ચેની જગ્યાઓમાં ફૂલછોડ ઉગાડવામાં આવે છે. આ કાગળ પરની વાત નથી પણ પરિણામ આપી ચૂકેલો પ્રોજેક્ટ છે. જોવું જ હોય તો આંટો મારી આવો  ઉદયપુર-આબુ વચ્ચેના રોડ પર 4 લેન વીથ ટોલ ટેક્સ સાથે ટનલની મજા અલગ..હવે કાઢો ડાયરી અને પેન. સવલત અને સમૃધ્ધિને શબ્દોનું રૂપ આપતા જાવ. દેશનો સૌથી નાનો હાઇવે NH47 જેની માંડ માંડ લંબાઇ 6 કિમીની છે. જે અર્નાકુલમ પોર્ટથી કોચી પોર્ટને જોડે છે. અર્નાકુલમખ પહોંચવા માટે ગુજરાતમાંથી ડાઇરેક્ટ ટ્રેન છે. ઓખા-અર્નાકુલમ એ પણ સુપરફાસ્ટ.



આ ઝિયારત (યાત્રા)ને આગળ વધારીએ. ટાંટિયામાં તાકાત, બાવણામાં બળ અને જીવમાં જોમ છે.? તો પહોંચી જાવ NH7 પર. આ નેશનલ હાઇવે દેશનો સૌથી લાંબો અને સુંદર નેશનલ હાઇવે છે. જે અત્યંત લાંબો છે. નેશનલ હાઇવે 2370 લાંબો છે જે મોદીસાહેબના મતક્ષેત્ર વારાણસીથી કન્યાકુમારીને જોડે છે. કદાય પીએમએ આ જોઇને વારાણસીને પોતાના મતવિસ્તાર તરીકે પસંદ કર્યો હશે. આ હાઇવેની બંન્નેબાજું ખેતરો, લીલાછમ પહાડ, ડિવાઇર વચ્ચે ઉગી નીકળેલું ઘાસ, સેલ્ફી જ નહીં પણ સેલ્ફને પહોંળા કરીને સુઇ શકાય એટલી મોટી ડીવાઇડરોની પહોંળાઇ. રસ્તામાં પાણીની બોટલ તો શું, કોઇ પ્રાણીનું છી પણ જોવા નહીં મળે એટલી સ્વચ્છતા. રાત્રે આ રોડ પરથી પસાર થાવ તો લાગે જાણે પીળી લાઇનની રેલગાડી આગળ વધી રહી હોય. પોઇન્ટ ટુ બી નોટેડ. બે વર્ષ પહેલા 7300 કિમીનો હાઇવે પ્રોજેક્ટ નોર્થ ટુ સાઉથ, ઇસ્ટ ટુ વેસ્ટ કોરિડોરને આવરી લેતો મેગા સ્ટ્રક્ચર પ્લાન ગત વર્ષે જ પૂરો થયો.

           આ ઉપરાંત દેશના મુખ્ય ચાર મેટ્રોસિટી દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇને જોડતો હાઇવે ચતુષ્કોણ પ્રોજેક્ટ તાજેતરમાં જ પુરો થયો છે. આ હાઇવે ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને વાપીમાંથી પસાર થઇને મુંબઇ સુધી પહોંચે છે. આ ઉપરાંત ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં પોરબંદરથી આસામ સુધીનો 6 લેન હાઇવે શરૂ થઇ ચૂકયો છે. દેશનો પ્રથમ નંબરનો અને બેસ્ટ એક્સપ્રેસ વે એટલે અમદાવાદથી વડોદરા (2004માં તૈયાર થયો હતો.), ત્યાર બાદ મુંબઇથી પુણેના હાઇવેનો નંબર આવે છે. દેશનો સૌથી મોટો અને લાંબો પુલ હાઇવે બ્રીજ મદુરાવોયલ એલિવેટેલ એક્સપ્રેસ વે જે ચેન્નઇમાંથી પસાર થાય છે. જે અંતે નેશનલ હાઇવે 4 સાથે જોડાય છે. આ ઉપરાંત કાઠીપરા જંકશન, દિલ્લી નોઇડા વે, દિલ્લી-પંજાબ ફોર-વે, હેબલ ફ્લાઇ ઓવર બેંગ્લોર, દિલ્લી ગુડગાંવ હાઇવે જેના પર દેશનું સૌથી વિશાળ ટોલનાકું આવેલું છે. જેના એક ફેસમાં 16 લાઇન્સ સાથે 90 વાહનો એક સાથે પસાર થઇ શકે છે. હાઇવેની વધુ વાતો આવતા અંકે...




ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...