Wednesday, May 22, 2013


શિક્ષણ ક્ષેત્રે મોંઘવારી અને સમસ્યાઓ
                              તાજેતરમાં ગુજકેટ અને ધો 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું. દરેક જિલ્લાનું ટકાવારી આધારિત પરિણામ બહાર પડ્યું અને ગુજકેટના 40 હાજર જેટલા વિદ્યાર્થીઓનું ભાવે સામે આવ્યું. એક તરફ આવા પરિણામોથી શિક્ષણ વિભાગની કામગીરી બાહર આવે છે તો બીજી તરફ આ જ શિક્ષણ વિભાગમાં કૌભાડ થાય છે અને સુપ્રિમ કોર્ટ સુધી મુદ્દો લંબાય છે. થિયરી અને પ્રેક્ટિકલ વચ્ચે વિભાજીત થયેલા શિક્ષણના અનેક વિષયોનું જે તે અભ્યાસ ક્રમમાં મહત્વ છે. પરંતુ, હવે મેળવેલા ગુણની ગણતરી થોડી અટપટી બની છે ખાસ કરીને ધો 12ના વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ આધારિત કસોટીઓથી માર્કશીટ સાથે અન્ય પરીક્ષાનું પરિણામ પત્રક સમજતા થોડી વાર લાગે છે. બીજી બાજુ ઇજનરી અને ફાર્મસીમાં પ્રવેશ પ્રક્રિયા શરુ થાય ગઈ છે ત્યારે પ્રાયોગિક કાર્યમાં ગુણ સરકાર નક્કી કરશે. પણ સરકારી કાર્યવાહીમાં ગોકળગાયની નહિ પણ જેટ વિમાન જેવી ઝડપની આવશ્યકતા છે.

           દેશના દરેકમાં ખૂણામાં સક્ષારતા લાવવાના પ્રયાસોમાં શિક્ષણતંત્રને નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. થોડા સમય પેહલા હરિયાણાના પૂર્વ પદાધિકારી તેમજ તેના પુત્રને શિક્ષકોની ભરતીની બાબતે કાઈદાકીય પગલાઓનો સામનો કરવો પડ્યો આવી જ બિનકુશળ શિક્ષકોની ભરતીની વાત સુપ્રીમ સુધી પોહચી છે. વિદ્યા સહાયકોના ટેકે શિક્ષણ વિતરણ થઇ રહ્યું છે. શિક્ષકો માટે ટેટની કસોટી ફરજીયાત બનાવી દેવામાં આવી છે તેમ છતાં શોર્ટ કટના રસ્તે ઘુસી ગયેલા લોકો સુપ્રિમની નજરે ચડ્યા છે. શિક્ષક સહાયકને શિક્ષણનો શત્રુ કેહવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાતની વાતને હજુ સંપૂર્ણ સફળતા મળી નથી. જ્યાં શિક્ષક જ યોગ્ય ના હોય ત્યાં બાળકોનું ભાવી કેમ ઉજળું થવાનું?, આવા બાળકોની સામે અનેક પ્રશ્નાર્થ છે. આ સાથે એક સારી વાત એ છે કે સરકારે શિક્ષણ પાછળના બજેટમાં વધારો કર્યો છે તેથી સ્થિતિમાં થોડો સુધારો થયો છે. વર્ગખંડ અને શાળાના સંકુલો શૌચાલય જેવી સુવિધાઓથી સજ્જ છે પણ આજે શિક્ષકોની લાઈકત સામે વાંધો ઉઠ્યો છે.
                   
                                  ગુજરાતને શિક્ષણના સંદર્ભે મળેલા આદેશથી હવે શિક્ષકોની લાયકાત સુપ્રિમને જણાવવી પડશે. વાત યોગ્ય અને યથાર્થ છે સમાજને  માટે શિક્ષણએ પાયો છે. પરંતુ આજે સાક્ષારતાના દ્રષ્ટિકોણથી કેરલા જેવા રાજ્યોની સામે સરખામણી થઇ શકે નહિ. ઉચ્ચ કક્ષાના કોર્ષ અમલમાં મુકવામાં આવ્યા છે ત્યારે પ્રાથમિક શિક્ષણની હાલત આઘાત લગાડે એવી છે. ઉપરાંત સહાયકો 2500 રૂપિયામાં ફરજ બજાવે છે. શિક્ષણ ક્ષેત્રનું આ ચિત્ર છે જે પ્રાથમિક શિક્ષણ આપતા વિદ્યા સહાયકોનું છે. અધૂરું જ્ઞાન ક્યારેક હાનિકારક સાબિત થાય પણ શિક્ષકો પાસે જ પૂરું જ્ઞાન ન હોય તો શિક્ષા લેનાર વર્ગ પણ અધૂરા ઘડા સમાન જ હોવાનોને ? જે છલકાયા કરે...

                        
     આપણે ત્યાં જે તે વ્યવસાયના મુદ્દે એક જૂથનું અસ્તિત્વ હોય છે. જે સરકારની સામે રણે ચડવાના પ્રસંગોમાં પોતાના જૂથની એકતા કેટલી સક્રિય છે તે દર્શાવવા પ્રયાસો કરે છે.પછી ભલે અંદર સ્પર્ધાનું તત્વ હોય. શું આ જૂથ કોઈને મફત શિક્ષણ ન આપી શકે? પ્રાથમિક શિક્ષણના કથળતા સ્તર માટે બીજા પણ કેટલાક પાસાઓ જવાબદાર છે. જેવા પૈસા તેવી ક્વોલીટી અને ક્વોનટીટી. આ વાત શિક્ષણ ક્ષેત્રે પણ લાગુ પડે છે નિયમિત શિક્ષકોની સામે 25% ઓછા પગારથી કામ  કરનારા અન્ય સમયમાં વિદ્યા દાન આપે અને આર્થિક સધ્ધર થવા પ્રયત્ન કરે તો તેને ટ્યુશનના સામ્રાજ્યનો સભ્ય ગણવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા શું 2500 રૂપિયાના ઘર ચાલે?

                 દિવસે ને દિવસે સાક્ષરતા  વધતા શિક્ષણ પણ મોંઘુ બનતું જાય છે. વસ્તીની મોટી સંખ્ય સામે સરકાર બધે પોહચી ન વડે તેથી તે બીજી બિન સરકારી શૈક્ષણિક સંસ્થાને  આપે છે. જેથી સક્ષારતા વધે દેશના નાનામાં નાના ખૂણામાં જ્ઞાનની જ્યોત પ્રગટે. પરંતુ, ચિત્ર આનાથી  વ્યસ્ત રચાતું જાય છે. ફીના મથાળાની ઊચી કિમત વસુલતા સંકુલો સામે જયારે વાલીઓની હૈયાવરાળ ઉકળે છે ત્યારે કયું સંધ તેને સાંભળે છે?  શિક્ષણના નામે થતા  વેપલાથી કોઈ સમાજ અજાણ નથી. આજે શાળાકીય સમયના ખર્ચા સામે કોલેજના એક સત્રની ફીનો આકડો રચાતો હોય એવું લાગે છે એટલે કે
શાળાકીય અભ્યાસના ખર્ચા = કોલેજની ફી

              ભ્રષ્ટાચારના વ્યાપમાંથી શિક્ષણ ક્ષેત્ર બાકાત નથી. આ સાથે પ્રાથમિક શિક્ષણ લેવાના સમયે બાળમજૂરી કરતા લોકોની સંખ્યા પણ નાની નથી. એક તરફ સરકારે સુપ્રિમ સામે પ્રત્યુતર આપવાનો છે, તો સિક્કાની બીજી બાજુનું દ્રશ્ય બદલવા અસરકારક પગલાઓ પણ લેવાની જરૂરિયાત છે. આ ક્ષેત્રમાં હવે કેવા અને ક્યાં ફેરફાર થશે અને ક્યાંપ્રકારનાં પગલાઓ લેવાશે તે માંટે વેઇટ એન્ડ વોચ.

Saturday, May 11, 2013

ટેકનોલોજી: આતી રહેંગી બહારે...

છેલ્લા ચાર માસમાં ટેકનોલોજી ક્ષેત્રે બે મહત્વનાં દિવસો પસાર થયા. જેમાંથી જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ઈન્ટરનેટએ 30મો જન્મદિવસ ઉજવ્યો. જયારે 30 એપ્રિલના દિવસે વર્લ્ડ વાઈડ વેબ 20 વર્ષનું થયું. વિશ્વના પ્રથમ વેબ પેજને 20 વર્ષ પુરા થયા. જેના પરથી આધિનિકતાના બીજ કેટલા વર્ષો પૂર્વે રોપાયા હતા તેની માહિતી મળી. એક તરફ ટેકનોલોજીની ક્ષિતિજ વિલિન બની છે ત્યારે વિશ્વને આધુનિક ગામડું બનાવવાનો શ્રેય ટેકનોલોજીને જાય છે. આ ક્ષેત્રે આજે ક્રાંતિ થઇ છે. દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીએ પાયાથી પરિવર્તન લાવ્યું છે. ઇલેક્ટ્રોનીક્સ અને ગેઝેટની દિશામાં વિચારીએ તો મહાકાય મશીનથી લઈને મશીનમેન એટલે કે રોબોટ સુધીના તમામ સાધનો ટેકનોલોજીની વ્યખ્યામાં આવી જાય. જયારે ટેલીકોમ્યુનીકેશનની બાજુ નજર કરીયે તો ટેલીફોનથી લઈને સ્માર્ટ ફોન અને તેનાથી પણ આગળ ટેબ્લેટ સુધીની યાત્રાને ટેકનોલોજીની વિશાળતામાં સમાય જાય છે. ટેકનોલોજીના મહાસાગરમાં મરજીવા બનીને આટો  મારીએ તો સ્પેશ ટેકનોલોજી, સેટેલાઈટ વિભાગ, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ સર્વિસ, અતિ આધુનિક મશીનો અને બીજા અનેક વિષયોનો સમાવેશ થાય છે. આ તમામ વિભાગો ઈન્ટરનેટ નામની ચેનલ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે. 


 શિક્ષણથી શરુ કરીને સિનેમા સુધી અને વેપારથી લઈને સંદેશ વ્યવહાર સુધીના તમામ ક્ષેત્રોનુ ચિત્ર બદલાવવામાં વિજ્ઞાન અને ટેકનોલોજી પાયામાં છે. આજના ઓનલાઈન યુગમાં ટેકનોલોજીએ સમાજના તમામ વર્ગને આવરી લીધા છે. શૈક્ષણિક ક્ષેત્રે વાત કરીએ તો આગાઉના વર્ગખંડ આજના સ્માર્ટ ક્લાસ બન્યા છે અને ફિલ્મ રૂપે વિષયને સમજાવવામાં આવે છે. ટેકનોલોજીનું ક્ષેત્ર જ્ઞાનનો ભંડાર છે તો ઈન્ટરનેટ સર્વિસએ સમુદ્ર છે. ઉપકરણો અને સેવાના સંયુક્ત સાહસથી આજે દરેક માનવી થોડો ઘણો ટેકનોસેવી બન્યો છે.વર્તમાન સમયે કોઈ પણ વિભાગ ઈ સર્વિસની અસરમાંથી બાકાત નથી. સાહિત્યને સમાજ સુધી અને માનવીય સંવેદનાને સ્વજનો સુધી ચિત્રાત્મક રૂપે પોહચાડતું કોઈ મધ્યામ હોય તો એ ટેકનોલોજી છે. અત્યારે મોબાઈલ એપ્સનો યુગ છે ટેકનોલોજી આજે એક અસરકારક મધ્યામ બની છે. તેમાં પણ સોશિઅલ મીડિયાએ આજે લોકોને એક અભિવ્યક્તિને વેહ્ચાવાની તક આપી છે. આ સાથે મહત્વની વાત એ પણ છે કે ટેકનોલોજીએ જેટલી સગવડ ઉભી કરી છે એટલી સમસ્યા પણ સર્જી છે.

 કોમ્પ્યુટર અને સંદેશ વ્યવહારને બાદ કરતા પણ કેટલાય એવા ક્ષેત્રો છે જ્યાં ટેકનોલોજી સક્રિય થઇ છે. અપણા દેશે ટેકનોલોજીના ક્ષેત્ર એક સફળતા મેળવી છે. જે ખરેખર પ્રશંસનીય છે અણું  ક્ષેત્રથી માંડીને વિજાણું ક્ષેત્ર સુધી એક બદલાવ પાછળ આ નાનકડા મધ્યામના પ્રયાસો જવાબદાર છે. આજે અપના દેશે મિસાઈલ બનાવવાની અને મેટ્રો ટ્રેન દોડાવવાની ક્ષમતા હાંસલ કરી છે. ટેકનોલોજીની બાબતમાં અમેરિકા અપનાથી થોડા ડગલા આગળ છે. પરંતુ ભારત આર્થિક રીતે સધ્ધર અને માનવશ્રમના મુદ્દે અધ્ધર છે .આજે 11મી મેં એટલે આપણી ત્રિશુલ મિસાઈલના પરીક્ષણનો દિવસ, સ્વદેશી વિમાન હંસ 3ની પ્રથમ ઉડાનનો દિન. અણું ટેકનોલોજીના પ્રારંભમાં ડો હોમી ભાભાના પ્રયત્નો બિરદાવવા લાયક  છે. પોખરણમાં અણુ પરીક્ષણ પણ આજના દિવસે કરવામાં આવ્યું હતું. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે કૃષિ ક્ષેત્ર પણ વૈજ્ઞાનિક પદ્ધતિની દિશા ખુલી છે દેશની હરિયાળી ક્રાંતિ આ વિજ્ઞાનિક અભિગમને આભારી છે.

આ ઉપરાંત આ દિવસે રાષ્ટ્રપતિ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ઉમદા કાર્ય કરનારને રાષ્ટ્રીય ટેકનોલોજી એવોર્ડ એનાયત કરે છે. સરકારનો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સતત આવી વૈજ્ઞાનિક પ્રવૃત્તિ કરતો રહે તો અનેક શાખામાં વિસ્તરેલી ટેકનોલોજીની એક ઝાંખી જોવા મળે.
રોજબરોજના દિવસને સરળ અને સગવડતા ભર્યું બનાવવામાં ટેકનોલોજીનો સિહ ફાળો છે જેમ જેમ નવી ટેકનોલોજી આવતી જાય છે તેમ જૂની ટેકનોલોજી વિદાય લેતી જાય છે ટેકનોલોજી ક્ષેત્રે પર વિનાના આવિષ્કારો આ વિશ્વને કઈ દિશામાં બદલી નાખશે એ અવર્ણનીય છે 

Tuesday, May 07, 2013

ઈ વેસ્ટ : ડીજીટલ ડીવાઈસ નકામા બને ત્યારે.....

           રોજ બરોજના સાધનની ઉપયોગીતાથી અપને સૌ વાકેફ છીએ ત્યારે એક સ્માર્ટ ફોનથી લઈને લેપટોપ સુધીના ડીવાઈસ અપની જરૂરિયાત બન્યા છે. એક નાની પેન ડ્રાઈવથી લઈને ઇઅર ફોન સુધીની આ ટેકનોલોજીના સાધનોએ જીવનશૈલીને બદલી નાખી છે એમ કહવામાં કઇ ખોટું નથી. આજે બદલતી જતી અદ્યતન ટેકનોલોજીએ જેટલી સગવડતા ઉભી કરી છે એટલી જ અગવડતા ઉભી કરી છે. જેટલો આ ઉપકરણોનો ઉપયોગ થાય છે એટલો તેનો કચરો પણ બને છે જેને ઈ વેસ્ટ કેહવામાં આવે છે. આ એ વેસ્ટ એટલે બગડી ગયેલી પેઈન ડ્રાઈવ, ન ચાલતી સી ડી કે ડી વી ડી, ખોટકાઈ ગયેલું માઉસ અને બીજા ઘણા બધા ઉપકરણોનો સમાવેશ થાય છે. આજે દુનિયામાં વધતા જતા પર વિનાના આવિષ્કારોમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. ત્યારે સામે  જતી ટેકનોલોજીના નાકમાં બનતા જતા ઉપકરણોમાં પણ વધારો થતો જાય છે આ પણ એક વાસ્તવિકતા છે.
        આખા વિશ્વમાં વર્ષે  1.2  મિલિયન જેટલો કચરો ભેગો થાય છે. એક  આ એક  ચિંતાનો વિષય છે.   તરફ આવા ઉપકરણોનું રિસાઇકલિન્ગ થાય છે જેમાંથી બીજા કેટલાક સાધનો પણ બનાવવામાં આવે છે. તો કેટલાક બાળીને ભસ્મ કરવામાં આવે છે. અમેરિકા જેવા દેશમાં એક આખો વિભાગ આવા કચરા માટે બનાવવામાં આવ્યો છે. જે કેટલાક કચરાઓને શક્ય એટલા વધારે વાપરવા લાયક બાનાવે છે. જેમાં મોટા ભાગે કોઈ પણ ડીવાઈસમાં વાયર, કોઈ પ્લાસ્ટિક, તેમજ નાની મોટી લાઈટનો હિસ્સો વધારે હોય છે આગામી સમયમાં એક યુઝ એન્ડ થ્રો ટેકનોલોજી આવે તો નવાઈની વાત નહિ એક સવાલ એમ પણ થાય કે આવા કચરાનું શું થતું હશે??
             મોટાભાગના કોમ્પ્યુટરને લગતા ભંગારને ફરી વાપરવા યોગ્ય બનાવવવામાં આવે છે. જેમાંથી મોટા ભાગે એક પ્રકારના પ્લાસ્ટિકને કાઢી લેવામાં આવે છે. તો બાકીના લોખંડના પતરાઓને પીગાળીને નવા આકારમાં ઢળવામાં આવે છે એટલે આ થયું જુના કાચા માલમાંથી નવી વસ્તુની નિર્માણ. આ પ્રકારના સાધનોમાં પેઈન ડ્રાઈવની ટકાવારી વધારે હોય છે. બીજી તરફ નજર કરીએ તો આવા ડીજીટલ ઉકેડાઓ વધતા જાય છે. જે વિશ્વમાં પ્રદુષણ ફેલાવે છે. પણ તે ગ્લોબલ વાર્મિગને આંશિક રીતે અસર કરે છે. વધતી જતી ટેકનોલોજીએ જીઅવન સરળ બનાવ્યું છે તો આ પ્રકારનો કચરો જેમાંથી કેટલોક મેટલ આધારિત હોય છે.જેમાં થોડો ઘણો ફેરફાર કરીને નવું રૂપ આપવામાં આવે છે.
           આ કચરાની સમસ્યા આખા જગતમા છે. જેમાંથી અમેરિકા ધીમે ધીમેં બાકાત થતો જાય છે આવા કચરામાં 80 થી 85% વીજળીને લગતી સામગ્રીનો સમાવેશ થાય છે. દર વર્ષે 20 થી 25 મિલિયન જેટલા આવા કચરાનો નાશ કરવામાં આવે છે. જેમાં કેટલાક કચરાને બાળી નાખવામાં આવે છે. આખા જગતના કુલ ઈ કચરામાંથી 12.5% કચરો જ ફરી ઉપયોગમાં લેવામાં આવે છે. બાકીના કચરાને સ્વાહા કરવામાં આવે છે. આ માટે એક ચોક્કસ જગ્યા હોય છે.  જ્યાં આસપાસના વિસ્તારોમાં દુર દુર સુધી કોઈ વસાહત હોતી નથી.
            આવા કચરામાં કેટલોક કચરો સ્ફોટક હોય છે. જેમાંથી અતિ હાનીકારક ધુમાડા પર પાણીનો મારો ચલાવવામાં આવે છે અને તેનો નાશ કરવામાં આવે છે. અપના દેશમાંથી પણ આવા કચરાનું મેનેજમેન્ટ થાય તે અતિ આવશ્યક છે આ પ્રકારના કચરાનો   નિકાલ ન થાય તો વધુને વધુ કચરો જમીન રોકે છે તથા ઉપયોગ વિહોણી બનાવે છે બીજી તરફ આવો કચરો ઈલેક્ટ્રોનિક લાઈનના સંપર્કમાં આવતા તે શોક સર્કીટમાં તે જવાબદાર બને છે  

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...