એક સાંધો ત્યાં તેર તૂટે આવી પરિસ્થિતિમાં જ માનવીની સ્તુતિ,સ્ફૂર્તિ અને મતિની સાચી કસોટી થાય છે.સફળ થવાનો સંકલ્પ કરીને વિકલ્પ શોધવા કરતા સર્કમશ્ટનસીસને સમજવામાં જ પરિસ્થિતિનો તાગ છે. આપણે આવી ચડેલી મુસીબતને ભેટતા નથી ને એટલે જ તેની ઊંડાઈનો ખ્યાલ નથી આવતો.આવું જ સબંધોમાં છે કે જીદ કરીને ઓબ્જેક્શન કરવા કરતા કોઈની વાત નું સાચું એક્સપ્લેનેષન સ્વીકારવું સારું.સાચી દિશામાંથી મળેલી સમજણ આવેલી અડ્ચણનું નિવારણ કરે છે.કોમ્પ્યુટરની ભાષા ન સમજાય તો એક જ મેસેહ સ્ક્રીન પર વારંવાર ઝબક્યા કરે જેમાં માત્રા "ઓકે"નું બટન જ એક ઓપ્શન હોય છે,જીવનનું પન કંઈક આવું જ છે કે એલર્ટ વિના આવતી વિપરીત સ્થિતિને થોડી અંદરથી સમજીને અનુભવના ઊંડાણનો રેફરન્સ લઈને સોલ્વ કરવી પડે છે.જેથી ગમે તેવી પરિસ્થિતિમાં "ઇત'સ ઓકે" સહન ન કરવું પડે.સોનાની ઘડામણમાં દરેક કાન અને સબંધમાં સમજણ ખુબ મહત્વનાં છે.ઘાટ વિનાનું જીવન જીવવા કરતા સમજણની સાદગી વાળું જીવન જીવવું જોઈએ. સ્વાર્થની સપાટી પર બંધાતા સબંધમાં ઈગો અને અસત્યની અશુદ્ધિ થી સારી સમજણને પણ લાંછન લાગે છે.સમજણ એ સત્ય કે માહિતી હોય શકે છે.જેને સર્જનાત્મકતા સાથે પીરસીને જ્ઞાન દર્શાવી શકાય.
માણસો જયારે અમુક વાત સમજવા અને સ્વીકારવા સહમત નથી થતા ત્યારે જ મુશ્કેલી સામે વ્યક્તિઓ વચ્ચે સમસ્યા આકાર લે છે.અને અનેક પ્રકારના જુઠાણાનો સહારો લેવામાં આવે છે.સમજણથી એક વાઈડનેસ મળે પણ વાઈલ્ડનેસ ન જ મળે.એક નવો વ્યુ મળે અને પરિસ્થિતિની ગંભીરતાનો એક પ્રિવ્યુ મળે.ગણિતનો દાખલો શરુ કરતા પૂર્વે તેને સમજવો પડે કે તેમાં શું માંગયુ છે અને શું આપવાનું છે.તેના પાયાના પરિણામોની સમાજ હોવી જોઈએ.તેના એક પરિણામનો ઉપયોગ બીજા દાખલાના પ્રશ્નમાં કરી શકાય.એક જ દાખલો બીજી ઘણી પેટા રીતે ગણી શકાય.બસ જીવનમાં આવતી વિકટ સ્થીનું પણ કંઈક આવું જ છે.જેને પેલા સમજવી પડે અને યોગ્ય રીત થી ઉકેલવી પડે. સમજણ એ દરિયાનું મોજું નહિ પણ મધ દરિયાની માટી જ્યાં સુધી પોહ્ચવા અથાગ પ્રયત્નો કરવા પડે.
No comments:
Post a Comment