Monday, September 10, 2012

Foreign

યુવાનોમાં છવાયો ફોરેન લેન્ગવેજ શીખવાનો ક્રેઝ.
મલ્ટીનેશનલ કંપનીમાં ફ્રેંચ અને જર્મન ભાષાની માંગ. 



Language Teaching Via Headphones.
આજના ઓનલાઈન યુગમાં જડપથી બદલાતું કોઈ કલ્ચર હોય તો તે યુવા કલ્ચર છે.જેમાં નવી ટેકનોલોજી,ફેશન,અને કંઈક નવું કરવાનો થનગનાટ પારવિનાનો છે.દેશમાં જયારે શિક્ષણની શરૂઆત હતી ત્યારે લોકો સ્થાનિક ભાષાથી શરુઆત કરતા પણ હાલના જેટ યુગના સમયમાં રેગુલરની ભાષા કરતા નવી ભાષાની માંગ છે.જે મલ્ટીનેશનલ કંપનીઓએ સાબિત કર્યું છે.અપણા ગુજરાતમાં જ હજારો યુવાઓ પોતાની મીઠી ગુજરાતીને સાથે રાખીને જર્મન અને ફ્રેંચ ભાષાની તાલીમ લઇ રહ્યા છે.મોટી મોટી કંપનીઓમાં થતા વિદેશ વ્યવહાર સાથેના વાર્તાલાપમાં શામિલ થવા યુવાનો આ પરદેશની ભાષાને જાણે છે,શીખે છે અને તેની સાથે તેની જ ભાષામાં વધુ ચોક્કસાઈથી વાત કરવા કમર કસે છે.તો આ સાથે બીજો પણ એક વર્ગ છે જે એક સારા ટ્રાંસલેટર થવા મેહનત કરે છે.પરદેશમાં આટો મારવા અને ત્યાં નોકરી કરવા માટે આવી ભાષા શીખે છે.ફોરેન ભાષાની સાથે આપણી ગુજરાતી ભાષાને સાચવનારો અને તેની સુવાસને ફેલાવનારો પણ એક વર્ગ છે.જે ગુજરાતી ભાષાના સાહિત્યને સમજે છે અને બીજાને પણ સમજાવે છે.ફોરેન ભાષાની સાથે આપણી ગુજરાતી ભાષાનો વ્યાપ ઘણો મોટો છે.દર વર્ષે થતા યુવા મહોત્સવમાં ગુજરાતી લોકસંગીતના કાર્યક્રમો પણ થાય છે.બીજી તરફ આવી નવી નવી ભાષાઓના માંધ્યમથી દેશના અનેક યુવાઓને અન્ય ભાષા જાણવાનો મોકો મળ્યો છે તેને નકારી ન શકાય.તે સાથે જ દેશના જ યુવાનોને ફોરેન ભાષા શીખવતી સંસ્થાઓએ રોજગારી પણ આપી છે.ભાષા અને સાહિત્ય તરફનો ક્રેઝ વધતો જાય છે ત્યારે આપણી ગુજરાતી ભાષા પણ હવે ઉપડેટ થતી જાય છે.દરેક ભાષાને પોતાનું વૈવિધ્ય હોય છે એક માહોલ હોય છે.અને દરેક ભાષાની અનેક બોલી હોય છે.આ ડાઈલેકટને શીખી ઈન્ટરેકટ કરવા યુવાનો અંગ્રેજીને બેઝ બનાવી ફ્રેંચ અને જર્મન જેવી ભાષા શીખે છે.તેને લખે છે.સાથે ગુજરાતી તો રાખે જ છે.       

              શાળાકીય જીવનમાં ત્રણ ભાષા સારી રીતે શીખી હોય એટલે આમ તો ક્યાય વાંધો ન આવે.એટલે જરૂર પડ્યે હિન્દી પણ બોલી શકાય.અંગ્રેજીથી ઇમ્પ્રેશન પડી શકાય અને ડીપ્રેશનમાં હોય ત્યારે ગુજરાતી હસાવી પણ જાય.એટલે ત્રણેય ભાષા સીવાઈની ભાષા પર પક્કડ જમાવવા યુવાવર્ગ એક અન્ય લેન્ગવેજ પણ શીખે છે.જેથી તેના ભાષાકીય જ્ઞાનની રેંજ પણ વધી જાય.પોતાની કારકિર્દીની સાથે સાથે કંઈક નવું શીખવા માટે હવે આ ભાષાના કોર્ષ થાય છે.જે સાથે એક અલગ પર્સનાલીટી પણ ઉભી કરે છે.યુવાનોની ભાષામાં કહીએ તો "સાલું ગ્રુપમાં આપણો પણ વટ પડે ને....!!" વિદેશ જવાની પ્રેપેરેશન કરતા ટેસ્ટ આપતા લોકો ભાષાને પણ પ્રાયોરીટી આપે છે.એટલે અલ્ટીમેટલી વિદેશ જવા માટે આપવી પડતી ટેસ્ટમાં ભાષા જ હોય છે ને?? અંગ્રેજી કે અન્ય પણ જર્મન અને ફ્રેચ ભાષા શીખવાનો એક જબરો ક્રેઝ વર્તાઈ છે.જેને ફેસ કરવા કેટલીયે સંસ્થાઓ આ ભાષાની તાલીમ આપે છે. સાથે પર્સનાલીટી ડેવલોપમેન્ટ એન્ડ બિઝનસ મેનેજમેન્ટ જેવા કોર્ષ પણ કરાવે છે.આજે કંપનીઓ પોતાની સાથે એક ટ્રાનસલેટર રાખે છે જેના પગાર પણ તગડા હોય છે.એમાં પણ કોઈ ખ્યાતનામ અને ઉચ્ચ પ્રતિભા ધરાવતી સંસ્થાઓના સર્ટીફીકેટ ખુબ જ માન્યતા ધરાવે છે.આવી કંપનીઓ પોતાના વહીવટ જે તે ભાષામાં લખાવે છે.વંચાવે છે.અને પછી જ પોતાનું ટ્રાનઝેકશન કરે છે.જેથી પછીથી કોઈ ટેન્શન ન થાય.કોઈ પણ ભાષાના પોતાના એક બેઝ હોય છે.તેમ જર્મન અને ફ્રેંચ ભાષામાં પણ અંગ્રેજી એક બેઝ છે.આ સાથે જામનગર જેવા નાણા શહેરોમાં પણ અંગ્રેજી શીખવાનો ક્રેઝ ખુબ વર્તાઈ છે.લોકોએ અંગ્રેજીને એક લીન્ક ભાષા તરીકે સ્વીકારી છે.જેના માધ્યમથી બોલતા વાંચતા અને વ્યવહારમાં મુકતા કોઈ તકલીફ ન પડે.આ સાથે જ મળીયે કેટલાક સકસેસફૂલ લોકોને જે ભાષા પરનું શિક્ષણ આપે છે.

                 ફોરેન લેન્ગવેજની અપેક્ષા આજે મલ્ટીનેશનલ કંપનીઓ રાખે છે અને જે લોકોને આ ભાષા પર પૂરું પ્રભુત્વ હોય તેને પાસે કે વધારેની ડીગ્રી હોય તેવું માનવામાં આવે છે. તેની સાથે સલેરીના ધોરણ પણ અસર કરે છે. રૂટીન લાઇફમાં બધાને બધું આવડે જ છે પણ ચોક્કસતા   અને કારકિર્દીમાં જર્મન,ફ્રેંચ જેવી ભાષા ખુબ ઉપયોગી સાબિત થાય છે.ગ્લોબલાઈઝેશનના લીધે આ ક્રેઝ વર્તાઈ છે.ગુજરાતી ભાષાની સાથે ડેવલોપમેન્ટ ત્યારે જ શક્ય બને જયારે તેને એક આખા સબ્જેક્ટ તરીકે સ્વીકારવામાં આવે.તે સાથે દરેકના કન્ટેન્ટને થોડું સ્ટ્રોંગ બનાવવું પડે.--પ્રવીણભાઈ હીરાણી (જેનેસ્ક્ટ એચ.ઓ ડી.-જામનગર)             

          ગુજરાતી આપણી મુખ્ય ભાષા છે.તે સાથે બીજી પણ ભાષાનું નોલેજ તો હોવું જોઈએ.ફ્રેચ અને જર્મન માટે એવું કહી શકાય કે અંગ્રેજી આવડે તો ફ્રેંચ પણ આવડે. આજે અંગ્રેજી તરફ લોકોની ઇચ્છાઓ વધતી જાય છે.ફ્રેચ અને અંગ્રેજીના વર્ડ એડમાયર કરે એવા છે.સાથે ગુજરાતી વર્ડ પણ એટ્રેક કરે એવા છે.જયારે અંગ્રેજી એક લીન્ક લેન્ગવેજ છે               
-- હિરના મહેતા.(ફેકલ્ટી).

       અંગ્રેજી સાથે ફ્રેંચ શીખવાનો ક્રેઝ વધતો જાય છે.એક નવો કોન્ફીડંસ ક્રીએટ થાય છે.સ્પીચ ખુબ અસર કરે છે. જો ફોરેન જવું હોય તો ભાષા મુખ્ય એલિમેન્ટ છે.-- મિરાજ ચાવડા (સ્ટુડંટ) 

           નવી પેઢીનાં લોકો હવે કોઈ એક જ ભાષા પૂરતા  જ્ઞાનના સીમિત રહ્યા  નથી. તો સામે ગ્લોબલાઈઝેશનના લીધે વિશ્વ એક સમુદાય બની ગયું છે.આજે અમેરિકા કે ઓસ્ટ્રેલીયા જવું કોઈ નવી વાત નથી.ત્યાં કેરિયર બનાવવા ભાષા જરૂરી થઇ ગઈ છે.અને આજે કોલ સેન્ટરમાં પણ આ ભાષાઓની માંગ રહે છે.કોઈ અન્ય લેન્ગવેજ જાણનારાને પ્રથમ પ્રાયોરીટી અપાય છે.
        --મહેન્દ્ર ગોસ્વામી (લેકચરર ઇન એજ્યુકેશનલ કોલેજ)
         



       






No comments:

Post a Comment

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...