કેશલેસની કડાકુટ અને કાર્ડકથા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભા ગજવવામાં અને ભાષણ કરીને લોકમત રિઝવવામાં માહિર છે. શબ્દોને સ્પીન કરીને નકારાત્મકતાને હકાર કરી દેવાની તેમની છટા અનેક વખત ચર્ચામાં રહી છે. 15 ઓગષ્ટે લાલ કિલા પરથી દેશવાસીઓને સંબોધતી વખતે દેશના આવનારા વર્ષમાં કરવાના કામની આછેરી ઝકલ આપવી તે દરેક પ્રધાનમંત્રીની એક અભિવ્યક્તિ હોય છે. મોદીની આ સ્પીચ 94 મિનિટ છે. જેમાં તેમણે દેશને સક્ષમ બનાવવાની વાત કહી છે. તેમની આ વર્ષ (2016)ની સ્પીચમાં તે સૌથી લાંબી સ્પીચ છે. ડ્રીમ પ્રોજેક્ટ રૂપે વહેતી કરેલી યોજનાઓમાં વચ્ચે નોટબંધીના ચટાકેદાર નિર્ણયથી જેટલા માથા એટલી વાતો થઇ રહી છે. આ ભાષણમાં કોઇ કેશલેસ વ્યવસ્થાનો ઉલ્લેખ નથી પણ ડીજીટલ ઇન્ડિયા થકી સંકેત આપીને એક ઝલક જાહેર કરી દીધી હતી. અચાનક લાગુ કરેલી નોટબંધી પાછળ કાળાનાણાને ડામવાનો હેતુ સ્પષ્ટ હતો પણ જે રીતે સમય આગળ વધતો ગયો અને દેશભરમાંથી નવી નોટોના કોથળા ભરાય એટલા નાણા સામે આવ્યા તે પરથી સર્વત્ર 'સેટિંગ'નું બજાર સોળે કળાએ ખિલી ગયું હોય એવું લાગ્યું. કેશલેસના અભિગમને દેશના અર્થતંત્રની પહેલી પ્રાયોરિટી કેવી રીતે આપી શકાય? જો કે નોટબંધી પછી એકાએક આવી પહોંચેલો ઓનલાઇનનો યુગ ફરજિયાત પણ અપડેટ થવા માટે કહી રહ્યો છે. આમ પણ સાચી વાત છે કે સમય સાથે અપડેટ થવું જોઇએ અન્યથા પાછળ રહી જવાય. જૂનુ એ સોનુ વાત સાચી છે પણ માર્કેટમાં ડાયમન્ડની કિંમત સોના કરતા પણ વધારે છે. એ પણ વાસ્તવિકતા છે કે સોના કરતા ઘડામણ મોંધી પડે પણ સાચા હીરા ગમે એટના નાના કે બારિક કેમ ન હોય. હીરા હૈ સદા કે લીયે.
વિશ્વના કોઇ પણ વિકાસશીલ દેશ પર નજર કરીએ તો વાંચવા જ નહીં પણ સમજવા પણ મળશે કે કોઇ દેશે કરંસીમાં બદલાવ કરીને રાતોરાત ઓનલાઇને બનવાની પહેલ નથી કરી અને ઇ પેમેન્ટ કે ઓનલાઇન ચૂકવણીથી કાળાનાણા પરત નથી ફર્યા, કેશલેશ અને સ્વાઇપનો અભિગમ ગરીબીમાં ઘટાડો કરશે, બેરોજગારી અટકાવશે કે ભ્રષ્ટાચારમાં ઓટ લાવશે એવું છાતી ઠોકીને ન કહી શકાય. રોજેરોજ કામ કરીને પેટિયું રડતો મજૂર પેટીએમ કેવી રીતે કરે? ફોન ભલે સ્માર્ટ થઇ ગયા પણ દેશમાં હજુ પણ શિક્ષણનો પ્રશ્ન યથાવત છે. આ ઉપરાંત સરકાર ઓનલાઇન પેમેન્ટને પ્રોત્સાહન આપીને અપડેટ થવા બુમબરાડા પાડે છે પણ કાર્ડ સ્ક્રેચ કર્યા બાદ સર્વિસ ટેક્સ વસુલે છે એનું શું,? અમેરિકા, બ્રિટન,ફ્રાંસ અને જાપાન જેવા રાષ્ટ્રો માટે આ અભિગમ સરળ બની રહે એ પાછળનું કારણ ત્યાંની વસ્તી છે અને લોકોને થતી ચૂકવણીની રકમ છે. આ ઉપરાંત ભારતને બાદ કરતા મોટા ભાગના રાષ્ટ્રમાં સરકારને ભરવા પડતા ટેક્સ સરકાર પોતે જ કટ કરીને સેલેરી આપે છે. આપણે ત્યાં ખાનગી કંપનીઓ પણ આ કામ કરે છે. પણ આ વ્યવસ્થા સર્વત્ર લાગુ કરવામાં નથી આવી. નોટબંધીના સમયમાં સરકારે જાહેર કર્યું કે હવે રોકડમાં પગાર નહીં કરી શકાય. જોઇએ આ વાતનો અમલ કેવો થાય છે. દેશની કોર્પોરેટ લોબીમાં થતી ટેક્સચોરી અને શોર્ટકટના રસ્તાઓ પણ વધુ પહોળા છે. જ્યાં સરકારને નાણા આપવા એટલે પરાણે માંદુ પડવું. આર્થિક વ્યવસ્થામાં ભલે ઉતારચડાવ આવતા હોય પણ વિદેશ પાસેથી ટેક્સનું માળખું શીખવા જેવું અને સમજવા જેવું છે.
નોટબંધી પાછળ કોઇ રણનીતિ હશે તો વ્યવસ્થા સફળ થવાના ચાન્સિસ એટલા માટે ઓછા છે કારણ કે સર્વોચ્ચ બેંકમાંથી મળતો નાણાનો આંકડો દેશભરમાં એક સાથે પહોંચી વળાય એટલો નથી. સરવાળે સમાજના વર્ગમાં એક સ્ટેબિલિટી આવતા હજુ સમય લાગશે. બેંકમાં ખાતા ખોલવા માટે લાંબીવિધિ કરવી પડે એ જ પેપરવર્ક, પુરવાઓની શ્રેણી અને પૂછપરછની પ્રોસિજરમાંથી ફરજિયાત પણે પસાર થવું એ પણ આજના સમયનું સત્ય છે. જે વિજયભાઇ માલ્યા વખતે કદાચ ભૂલાઇ ગયું હશે. કેશલેશનો અભિગમ સારો છે પણ કેશલેસની સાથોસાથ દેશને પેપરલેસ પણ બનાવવાની જરૂર છે. કાર્ડયુગ આવતા બચતની વિચારધારા ઉપર પણ માઠી અસર થઇ. જે લોકો પાસે બે કાર્ડ છે એને કોઇ વાંધો નથી. પણ જેની પાસે બચત માટે એક ખાતું પણ માંડ છે એ વર્ગ ખરિદી કરીને કાર્ડથી ચૂકવણી કરે તો વાંહે વધ્યું શું? કાર્ડ સ્ક્રેચ કરાવીને કોઇ જાદુઇ અનુભવ વ્યક્ત કરવા કરતા હવે પછી બચત વિશે વિચારવું ફરજિયાત થઇ રહેશે. અન્ય એક મુદ્દો પણ અહીં અસર કરે છે કે, કેશલેસ માટે કમરતોડ તૈયારી જરૂરી જ નહીં પણ અનિવાર્ય છે. દેશવાસીઓમાંથી 90 ટકા લોકો આજે બેંકથી કોઇ વ્યવહાર નથી કરતા કે શાકભાજીનું રોજનું બિલ ઇ વોલેટથી નથી ભરતા. સામે શાકભાજીવાળો પણ રેકડી લઇને આવે છે એ જો કોઇ શાકભાજીના મોલનો પાર્ટનર હોત તો રેકડી ન ચલાવતો હોત. એટલે એની પાસે ઇ-પેમેન્ટ માટેના 'ઇ' તો ઠીક પણ એજ્યુકેશનના 'ઇ' ની વાત પણ અંધારામાં રાડ પાડવા સમાન છે. માર્કેટિંગ યાર્ડમાં ખરિદી, રોજેરોજ થતા ચા-પાણીના ખર્ચ, સમયાંતરે લેવું પડતું કરિયાણું અને દુધથી માંડીને ડેઇલીના છાપાવાળાના બીલ રોકડમાં જ ચૂકવાય છે.
દેશ ભલે સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટ વાપરવામાં બીજા નંબરે હોય પણ ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 13 ટકા ઇન્ટનેટ કનેક્ટિવિટી પહોંચી છે. ઇ વોલેટ માટે 'સ્માર્ટફોન' જરૂર છે પણ દેશના મહાનગરોને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 17 લોકો સ્માર્ટફોન વાપરે છે. આ તાજેતરમાં થયેલા સર્વેની ટકાવારી છે. આધુનિક બનવા કે બનાવવા માટે ફાકાફોજદારી કરતા પદાધિકારીઓ કેશલેસ ભલે થાય પ્રજા એજ્યુકેશન લેસ ન થવી જોઇએ. દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાં ઓનલાઇન ફી લેવાનો વાયરો શરૂ થયો છે ત્યારે ફીલેસ શિક્ષણ પણ જરૂરી છે જેથી કાર્ડની કડાકુટમાં કોઇનું હેકિંગ ન થાય. ઇન્ટરનેટ સેવાનો વ્યાપ વધે તો ગાંમડાઓને આધુનિક સ્પર્શ થાય. ચર્ચાનો વિષય એ પણ છે કે દેશભરમાં ઇન્ટરનેટની સ્પીડ એકસરખી નથી. સર્વિસ પ્રોવાઇડરોની નંબરનવ અને ફાસ્ટ બનવાની દોડમાં કસ્ટમરનો દમ નીકળી જાય છે એ સમજતા નથી. કસ્ટમર કેરમાં ફોન કરો તો પણ પૈસા કપાય, કેશલેસની સફળતા માટે ગ્રામ્યક્ષેત્રથી શરૂઆત થાય તો પરિવર્તનની ખરી નોંધ લેવાય, બાકી જ્યાં સુવિધા છે ત્યાં રિનોવેશન કરવાથી માત્ર દેખાવ બદલાય છે. જ્યારે નોંધ નવનિર્માણની જ લેવાય છે. સ્થાપનાથી સફળતાના બીજ રોપાય બાકી સતત અપડેટ કરવાથી ક્યારેક હેંગ પણ થઇ જવાય.

No comments:
Post a Comment