Saturday, September 15, 2012

Education Story

માત્ર કોલેજોમાં જ નહિ પરંતુ શાળાઓમાં પણ વધ્યું પ્રોજેક્ટનું મહત્વ. 
સર્જનાત્મકતા સાથે સમજાવાતા વિષયો.
  
સતત અને સખત રીતે બદલતા શૈક્ષણિક ક્ષેત્રમા દિન પર દિન નવા નવા પરિવર્તનોથી શિક્ષણ હવે માત્ર સહેલું જ નહિ પણ ભરપુર સર્જનાત્મકતાવાળું પણ બન્યું છે. એટલે હવે એવું કહી શકાય કે "પ્રોજેક્ટ વિથ નોલેજ". અભ્યાસના ક્ષેત્રોમાં પરિવર્તનના પવનોની અસરથી એક નવો બદલાવ આવ્યો છે.પાયાના પ્રકરણોમાં એક નવા દ્રષ્ટિકોણથી જ્ઞાન પીરસવાનો આ પ્રયોગ શરૂઆતમાં તો સ્વીકાર્ય બન્યો છે. પરંતુ,પ્રોજેક્ટની આ પોથી કથામાં સતત પોરવયેલા રેહતા વિદ્યાર્થીને હવે પુસ્તકો વાંચવા એ કામ કંટાળાજનક લાગે છે.એટલે ક્રીએટીવીટીને ક્યારેક પરાણે પણ કરવી પડે છે.તો પ્રોજેક્ટ પાછળ વાલીઓની પણ કડાકૂટ વધતી જાય છે.આ માટે આપવામાં આવતા વિષયોમાં કેટલીક વખત શિક્ષકો પણ અસમંજસમાં પડી જાય છે.પ્રોજેક્ટ પાછળ પાર વિનાના ખર્ચા કરવામાં પણ વિદ્યાર્થીઓ અચકાતા નથી.કારણ કે એક એક માર્ક્સનો સવાલ છે.તો બીજી તરફ નોટીસ બોર્ડ કે એકઝીબીશનમાં પોતાની કૃતિને શ્રેષ્ઠ સાબિત કરવા વિદ્યાર્થીઓ કમર કસે છે.કોલેજકાળનો અનુભવ હવે શાળામાંથી જ આપવામાં આવે છે.હવે એવું ચોક્કસતાથી કહી શકાય.પ્રોજેક્ટ આવતા એક તરફ ઈન્ટરનેટનો વ્યાપ અને ઉપયોગ વધ્યો છે.અને સાથે સાથે વિદ્યાર્થીઓ પોતાની કલ્પનાશક્તિથી પણ વિચારતા થયા છે.દસમાં ધોરણમાં પ્રોજેક્ટનું આગમન થતા કેટલાક વિદ્યાર્થીઓમાં શોખ તો કેટલાક માટે ટાઇમ પાસ બન્યો છે.તો કેટલીક વાર વિદ્યાર્થીઓને કોર્ષમાં છે એટલે ફોર્સ કરવામાં આવે છે.એજયુકેશનના સિલેબસમાં હવે ક્રીએટીવીટીની કોમ્પીટીશન પણ શરુ થઇ છે.તો બીજું બાજુ નવા નવા વિષયોનો ઊંડાણથી અભ્યાસ કરવામાં વિદ્યાર્થીઓ કોઈ પાછી-પાની કરતા નથી."લર્નિગ અ નોલેજ એન્ડ  ક્રીએટીવ અ પ્રોજેક્ટ"નો અભિગમ વિદ્યાર્થીઓમાં ગમ્મત સાથે જ્ઞાન ફેલાવે તેવો બન્યો છે.દસમાં ધોરણમાં આ પ્રોજેક્ટ વાંચવાના વિકલ્પે થોડો ફ્રેશ કરનારો બન્યો છે.કેટલીક શાળાઓ આવા પ્રોજેક્ટનું પ્રદર્શન ગોઠવે છે તો કેટલીક શાળાઓ માર્ક્સ મુકીને પરત કરે છે.દરેક વિષયનાં પ્રોજેક્ટમાં ટોપ થ્રીની હોડ જામે છે. 

માર્ક્સ માટે કરવી પડતી મેહનત હવે હળવી થઇ છે કારણ કે હવે સ્ટુડંટની સર્જ્નાત્માંકના ગુણનું મૂલ્યાંકન  થાય છે.આ માટે અભ્યાસ કર્તા વધુમાં વધુ મેહનત કરે છે અને એક અસરકારકતા સાબિત કરે છે.બનાવેલા દરેક પ્રોજેક્ટ કાયમ લાઇવ રહે તે માટે તેને ખુબ તકેદારીથી સાચવે છે.એટલે થોડી કેર સાથે એક ચોક્કસ માહિતીને શેર કરે છે.ક્યારેક શિક્ષકોની અસમજના લીધે ખોટા આડા અવળા ખર્ચા પણ વધી જાય છે.તો કેટલીક માહિતી કોર્ષમાં આંશિક હોવા છતાં એવા જ વિષયોના પ્રોજેક્ટ આપવામાં આવે છે.મોડેલ બનાવીને મુકેલી માહિતી યાદ રાખવામાં સરળ રહે છે. તે સાથે જ આખું મોડેલ પણ આપ મેળે યાદ આવી જાય છે.આ કરેલી ઇવેન્ટનો ફાઈદો આવનારી એકઝામમાં થાય છે.એટલે હવે કોઈ વાંચનથી બધું યાદ રહે કે ના રહે પણ કરેલા પ્રોજક્ટનું બધું ઇઝીલી યાદ રહી જાય છે. ઇન્ટરનલ માર્કસનો પ્રારંભ થતા પ્રોજેક્ટસના માર્ક્સ લુંટવા એક તક જતી કરતાં નથી. એટલે કે કોઈ પણ ટોપીકનું ટોપ સુધીનું જ્ઞાન એક ફક્ત એક પ્રોજેક્ટ.આ મુદ્દે શિક્ષકો કહે છે કે હવે કોઈ પણ વિદ્યાર્થી નાપાસ ન થઇ શકે કારક હવે પ્રોજેક્ટમાં માર્ક્સ મળે છે અને એવા વિષયો તેને કાયમ કામ આવે છે.અને હવે થોડા વાંચનથી પણ સારા માર્ક્સ લાવી શકાય છે.આ વિષય પર સુર પુરાવતા અધ્યાપકો કહે છે કે પ્રોજેકટથી એક ઇનોવેશન બહાર આવ્યું છે.એજ્યુકેશન એક મોડલમાં એક્ષ્પ્લેન કરવામાં આવે છે.અત્યારે આ બદલાવની અસર સમય જતા જરૂર વર્તાશે.પરંતુ,આ માટે કોઈ શિક્ષકને ટ્રેનીગ અપાઈ નથી.પણ થોડા અપડેટ થતા રેહવું પડશે.આજ દિશામાં પોતાની સેવા આપતા અન્ય લોકોના વિચારો પણ જાણીએ.

ઈન્ટરનેટનો વ્યાપ વધતા હવે માહિતીનું વિશાલ સ્વરૂપ સરળ બન્યું છે.વિદ્યાર્થીઓ નેટ પરથી સીધું જ પોતાની પ્રોજેક્ટ ફાઈલમાં મૂકી શકે છે.એટલે ઓછા મેન્યુઅલ વર્ક સાથે અલોટ ઓફ ક્રીએટીવીટી બહાર આવી છે.કોઈ સબ્જેટના સંદર્ભોને લખી શકાય છે.આ પ્રોજેક્ટ શહેરોની શાળામાં વધુ થાય છે અને તે સાથે અન્ય ગામડાઓમાં પણ થવા જોઈએ.મહાનગરો માંથી શહેરોમાં આવેલો આ કોન્સેપ છે.પ્રોજેક્ટથી એક ક્રાંતિ થઇ છે.કે આજે ત્રણેય વર્ગ સાથે અપડેટ થઇ છે.ટીચર,સ્ટુડંટ અને વાલીઓ. કરેલા કોઈ પણ પ્રોજેક્ટ વેસ્ટ જતા નથી.આ માંધ્યમથી વિદ્યાર્થીઓની એક કાબિલિયત સામે આવી છે.-ફાધર જોસેફ (ઝેવિયસ સ્કુલ)

પ્રોજેક્ટથી એક ચોક્કસ વિષય પર પૂરી માહિતી ભેગી થઇ છે.એક જ વિષયમાં નવો વિકાસ થયો છે.દરેક પ્રોજેક્ટને પ્રદર્શનમાં મુકવામાં આવે છે. અને લોકો આ ક્રીએટીવીટીને નિહાળે છે.ઈન્ટરનેટનો ઉપયોગ સારી અને સાચી દિશામાં થાય તો તે ખરેખર ફાઈદાકારક છે.પ્રોજેક્ટ એટલે કોઈ ટાઇમ બગાડવાનો સવાલ નથી, પણ એક વિષયને વિદ્યાર્થીઓથી શિક્ષણ આપવાની વાત છે.બાકી માર્ક્સ તો તે સીસ્ટમ માંથી મળે જ છે.
આ  સાથે ટીચરોના કોન્સેપ પણ પેલા ક્લીયર હોવા જોઈએ.અને પ્રોજેક્ટ કોઈ એક કોર્ષ માંથી જ આપવામાં આવે છે. મનિષ બુચ.(શ્રી સત્ય સાઇ વિદ્યાલય)

પ્રોજેક્ટની બનાવનારી વ્યક્તિ એ વધારે ને વધારે મેહનત કરવી પડે છે.ઈન્ટરનેટ આવતા બધા વિષયોમાં કન્ટેન્ટ સરખા બની ગયા છે.કારણ કે બધા નેટનો યુઝ એક જ વિષય પર કરે છે જયારે કોઈ પણ વિષયની એક વિવિધતા હોય છે.આ સાથે જ કોઈ પુસ્તકનો રેફરન્સ આપવામાં આવે તો પ્રોજેક્ટ થોડો અલગ બને છે.આ સાથે અન્ય વિષય માટે ટાઇમ મેનેજમેન્ટ  કરવું પડે.અને વિષયોને પ્રાયોરીટી આપવી પડે.હાલના સમયમાં ટીચરોએ સૌથી વધુ અપડેટ થવાની જરૂર છે.ગુલાબબેન. (શિક્ષક)   
  
પ્રોજેક્ટ કરવાનો આનંદ આવે છે ઘણા બધા વિષયોની માહિતી લખવા કરતાં તેને વધારે વાંચવાની મજા આવે છે.પ્રોજેક્ટ હોવા જોઈએ કારણ કે આ વિદ્યાર્થીઓને સંશોધન કરતાં શીખવે છે.બધું એજયુકેશનના કોર્ષમાં કે પાઠ્ય પુસ્તકમાં નથી હોતું. (ઉર્વી-ધો.૧૦ સ્ટુડંટ) 


Monday, September 10, 2012

Foreign

યુવાનોમાં છવાયો ફોરેન લેન્ગવેજ શીખવાનો ક્રેઝ.
મલ્ટીનેશનલ કંપનીમાં ફ્રેંચ અને જર્મન ભાષાની માંગ. 



Language Teaching Via Headphones.
આજના ઓનલાઈન યુગમાં જડપથી બદલાતું કોઈ કલ્ચર હોય તો તે યુવા કલ્ચર છે.જેમાં નવી ટેકનોલોજી,ફેશન,અને કંઈક નવું કરવાનો થનગનાટ પારવિનાનો છે.દેશમાં જયારે શિક્ષણની શરૂઆત હતી ત્યારે લોકો સ્થાનિક ભાષાથી શરુઆત કરતા પણ હાલના જેટ યુગના સમયમાં રેગુલરની ભાષા કરતા નવી ભાષાની માંગ છે.જે મલ્ટીનેશનલ કંપનીઓએ સાબિત કર્યું છે.અપણા ગુજરાતમાં જ હજારો યુવાઓ પોતાની મીઠી ગુજરાતીને સાથે રાખીને જર્મન અને ફ્રેંચ ભાષાની તાલીમ લઇ રહ્યા છે.મોટી મોટી કંપનીઓમાં થતા વિદેશ વ્યવહાર સાથેના વાર્તાલાપમાં શામિલ થવા યુવાનો આ પરદેશની ભાષાને જાણે છે,શીખે છે અને તેની સાથે તેની જ ભાષામાં વધુ ચોક્કસાઈથી વાત કરવા કમર કસે છે.તો આ સાથે બીજો પણ એક વર્ગ છે જે એક સારા ટ્રાંસલેટર થવા મેહનત કરે છે.પરદેશમાં આટો મારવા અને ત્યાં નોકરી કરવા માટે આવી ભાષા શીખે છે.ફોરેન ભાષાની સાથે આપણી ગુજરાતી ભાષાને સાચવનારો અને તેની સુવાસને ફેલાવનારો પણ એક વર્ગ છે.જે ગુજરાતી ભાષાના સાહિત્યને સમજે છે અને બીજાને પણ સમજાવે છે.ફોરેન ભાષાની સાથે આપણી ગુજરાતી ભાષાનો વ્યાપ ઘણો મોટો છે.દર વર્ષે થતા યુવા મહોત્સવમાં ગુજરાતી લોકસંગીતના કાર્યક્રમો પણ થાય છે.બીજી તરફ આવી નવી નવી ભાષાઓના માંધ્યમથી દેશના અનેક યુવાઓને અન્ય ભાષા જાણવાનો મોકો મળ્યો છે તેને નકારી ન શકાય.તે સાથે જ દેશના જ યુવાનોને ફોરેન ભાષા શીખવતી સંસ્થાઓએ રોજગારી પણ આપી છે.ભાષા અને સાહિત્ય તરફનો ક્રેઝ વધતો જાય છે ત્યારે આપણી ગુજરાતી ભાષા પણ હવે ઉપડેટ થતી જાય છે.દરેક ભાષાને પોતાનું વૈવિધ્ય હોય છે એક માહોલ હોય છે.અને દરેક ભાષાની અનેક બોલી હોય છે.આ ડાઈલેકટને શીખી ઈન્ટરેકટ કરવા યુવાનો અંગ્રેજીને બેઝ બનાવી ફ્રેંચ અને જર્મન જેવી ભાષા શીખે છે.તેને લખે છે.સાથે ગુજરાતી તો રાખે જ છે.       

              શાળાકીય જીવનમાં ત્રણ ભાષા સારી રીતે શીખી હોય એટલે આમ તો ક્યાય વાંધો ન આવે.એટલે જરૂર પડ્યે હિન્દી પણ બોલી શકાય.અંગ્રેજીથી ઇમ્પ્રેશન પડી શકાય અને ડીપ્રેશનમાં હોય ત્યારે ગુજરાતી હસાવી પણ જાય.એટલે ત્રણેય ભાષા સીવાઈની ભાષા પર પક્કડ જમાવવા યુવાવર્ગ એક અન્ય લેન્ગવેજ પણ શીખે છે.જેથી તેના ભાષાકીય જ્ઞાનની રેંજ પણ વધી જાય.પોતાની કારકિર્દીની સાથે સાથે કંઈક નવું શીખવા માટે હવે આ ભાષાના કોર્ષ થાય છે.જે સાથે એક અલગ પર્સનાલીટી પણ ઉભી કરે છે.યુવાનોની ભાષામાં કહીએ તો "સાલું ગ્રુપમાં આપણો પણ વટ પડે ને....!!" વિદેશ જવાની પ્રેપેરેશન કરતા ટેસ્ટ આપતા લોકો ભાષાને પણ પ્રાયોરીટી આપે છે.એટલે અલ્ટીમેટલી વિદેશ જવા માટે આપવી પડતી ટેસ્ટમાં ભાષા જ હોય છે ને?? અંગ્રેજી કે અન્ય પણ જર્મન અને ફ્રેચ ભાષા શીખવાનો એક જબરો ક્રેઝ વર્તાઈ છે.જેને ફેસ કરવા કેટલીયે સંસ્થાઓ આ ભાષાની તાલીમ આપે છે. સાથે પર્સનાલીટી ડેવલોપમેન્ટ એન્ડ બિઝનસ મેનેજમેન્ટ જેવા કોર્ષ પણ કરાવે છે.આજે કંપનીઓ પોતાની સાથે એક ટ્રાનસલેટર રાખે છે જેના પગાર પણ તગડા હોય છે.એમાં પણ કોઈ ખ્યાતનામ અને ઉચ્ચ પ્રતિભા ધરાવતી સંસ્થાઓના સર્ટીફીકેટ ખુબ જ માન્યતા ધરાવે છે.આવી કંપનીઓ પોતાના વહીવટ જે તે ભાષામાં લખાવે છે.વંચાવે છે.અને પછી જ પોતાનું ટ્રાનઝેકશન કરે છે.જેથી પછીથી કોઈ ટેન્શન ન થાય.કોઈ પણ ભાષાના પોતાના એક બેઝ હોય છે.તેમ જર્મન અને ફ્રેંચ ભાષામાં પણ અંગ્રેજી એક બેઝ છે.આ સાથે જામનગર જેવા નાણા શહેરોમાં પણ અંગ્રેજી શીખવાનો ક્રેઝ ખુબ વર્તાઈ છે.લોકોએ અંગ્રેજીને એક લીન્ક ભાષા તરીકે સ્વીકારી છે.જેના માધ્યમથી બોલતા વાંચતા અને વ્યવહારમાં મુકતા કોઈ તકલીફ ન પડે.આ સાથે જ મળીયે કેટલાક સકસેસફૂલ લોકોને જે ભાષા પરનું શિક્ષણ આપે છે.

                 ફોરેન લેન્ગવેજની અપેક્ષા આજે મલ્ટીનેશનલ કંપનીઓ રાખે છે અને જે લોકોને આ ભાષા પર પૂરું પ્રભુત્વ હોય તેને પાસે કે વધારેની ડીગ્રી હોય તેવું માનવામાં આવે છે. તેની સાથે સલેરીના ધોરણ પણ અસર કરે છે. રૂટીન લાઇફમાં બધાને બધું આવડે જ છે પણ ચોક્કસતા   અને કારકિર્દીમાં જર્મન,ફ્રેંચ જેવી ભાષા ખુબ ઉપયોગી સાબિત થાય છે.ગ્લોબલાઈઝેશનના લીધે આ ક્રેઝ વર્તાઈ છે.ગુજરાતી ભાષાની સાથે ડેવલોપમેન્ટ ત્યારે જ શક્ય બને જયારે તેને એક આખા સબ્જેક્ટ તરીકે સ્વીકારવામાં આવે.તે સાથે દરેકના કન્ટેન્ટને થોડું સ્ટ્રોંગ બનાવવું પડે.--પ્રવીણભાઈ હીરાણી (જેનેસ્ક્ટ એચ.ઓ ડી.-જામનગર)             

          ગુજરાતી આપણી મુખ્ય ભાષા છે.તે સાથે બીજી પણ ભાષાનું નોલેજ તો હોવું જોઈએ.ફ્રેચ અને જર્મન માટે એવું કહી શકાય કે અંગ્રેજી આવડે તો ફ્રેંચ પણ આવડે. આજે અંગ્રેજી તરફ લોકોની ઇચ્છાઓ વધતી જાય છે.ફ્રેચ અને અંગ્રેજીના વર્ડ એડમાયર કરે એવા છે.સાથે ગુજરાતી વર્ડ પણ એટ્રેક કરે એવા છે.જયારે અંગ્રેજી એક લીન્ક લેન્ગવેજ છે               
-- હિરના મહેતા.(ફેકલ્ટી).

       અંગ્રેજી સાથે ફ્રેંચ શીખવાનો ક્રેઝ વધતો જાય છે.એક નવો કોન્ફીડંસ ક્રીએટ થાય છે.સ્પીચ ખુબ અસર કરે છે. જો ફોરેન જવું હોય તો ભાષા મુખ્ય એલિમેન્ટ છે.-- મિરાજ ચાવડા (સ્ટુડંટ) 

           નવી પેઢીનાં લોકો હવે કોઈ એક જ ભાષા પૂરતા  જ્ઞાનના સીમિત રહ્યા  નથી. તો સામે ગ્લોબલાઈઝેશનના લીધે વિશ્વ એક સમુદાય બની ગયું છે.આજે અમેરિકા કે ઓસ્ટ્રેલીયા જવું કોઈ નવી વાત નથી.ત્યાં કેરિયર બનાવવા ભાષા જરૂરી થઇ ગઈ છે.અને આજે કોલ સેન્ટરમાં પણ આ ભાષાઓની માંગ રહે છે.કોઈ અન્ય લેન્ગવેજ જાણનારાને પ્રથમ પ્રાયોરીટી અપાય છે.
        --મહેન્દ્ર ગોસ્વામી (લેકચરર ઇન એજ્યુકેશનલ કોલેજ)
         



       






Wednesday, September 05, 2012

Understanding

સાચી સમજણની કસોટી સમસ્યાઓમાં જ થાય... જીવનની  વિકટ પરિસ્થિતિમાં પ્રહાર થતા કટાળા હારને કેટલીકવાર સમજવામાં એટલે વાર લાગે છે કે પરિસ્થિતિ પહાડ બનીને સામે આવે છે,માણસ સમજણથી ઘડાય છે પણ ક્યારેક હિંમતના અભાવે પીડાય છે.સફળતાની સાથે મળતું સુખ જયારે જીવનમાં શાંતિ પાથરે ત્યારે મનનો આનંદ બેવડાય છે.દરેક વ્યક્તિના શાળાકીય જીવનના આભ્યાસમાં સામાન્ય સમજણના બીજ નાની નાની વાર્તાઓથી રોપાય છે.ત્યારે એ જ અંડરસ્ટેનડીંગ સાથે 'ઈગો' સમય જતા આપમેળે રચાઈ જાય છે.પછી શરુ થાય છે ઈગો ટીંગ અને ફિલિંગસ કટિંગનાં દાવપેચ.જ્યાં નાનપણની વાર્તા દ્વારા માલ્દેલી સમજણ વિલીન થાય જાય છે.એક સરસ ક્વોટ છે "understanding is a process to know the depth of knowledge" જ્ઞાનનું ઊંડાણ જાણવા સમજણ એ પગથીયું છે.જયારે ઈગો એ લપસ્યું છે.જીવનમાં વિલન બનતી કન્ડીશનો સામે લડનારા કરતા તેની સાથે રડનારા વધુ હોય છે.

એક સાંધો ત્યાં તેર તૂટે આવી પરિસ્થિતિમાં જ માનવીની સ્તુતિ,સ્ફૂર્તિ  અને મતિની સાચી કસોટી થાય છે.સફળ થવાનો સંકલ્પ કરીને વિકલ્પ શોધવા કરતા સર્કમશ્ટનસીસને સમજવામાં જ પરિસ્થિતિનો તાગ છે. આપણે આવી ચડેલી મુસીબતને ભેટતા નથી ને એટલે જ તેની ઊંડાઈનો ખ્યાલ નથી આવતો.આવું જ સબંધોમાં છે કે જીદ કરીને ઓબ્જેક્શન કરવા કરતા કોઈની વાત નું સાચું એક્સપ્લેનેષન સ્વીકારવું સારું.સાચી દિશામાંથી મળેલી સમજણ આવેલી અડ્ચણનું નિવારણ કરે છે.કોમ્પ્યુટરની ભાષા ન સમજાય તો એક જ મેસેહ સ્ક્રીન પર વારંવાર ઝબક્યા કરે જેમાં માત્રા "ઓકે"નું બટન જ એક ઓપ્શન હોય છે,જીવનનું પન કંઈક આવું જ છે કે એલર્ટ વિના આવતી વિપરીત સ્થિતિને થોડી અંદરથી સમજીને અનુભવના ઊંડાણનો રેફરન્સ લઈને સોલ્વ કરવી પડે છે.જેથી ગમે તેવી પરિસ્થિતિમાં "ઇત'સ ઓકે" સહન ન કરવું પડે.સોનાની ઘડામણમાં દરેક કાન અને સબંધમાં સમજણ ખુબ મહત્વનાં છે.ઘાટ વિનાનું જીવન જીવવા કરતા સમજણની સાદગી વાળું જીવન જીવવું જોઈએ. સ્વાર્થની સપાટી પર બંધાતા સબંધમાં ઈગો અને અસત્યની અશુદ્ધિ થી સારી સમજણને પણ લાંછન લાગે છે.સમજણ એ સત્ય કે માહિતી હોય શકે છે.જેને સર્જનાત્મકતા સાથે પીરસીને જ્ઞાન દર્શાવી શકાય.  

માણસો જયારે અમુક વાત સમજવા અને સ્વીકારવા સહમત નથી થતા ત્યારે જ મુશ્કેલી સામે વ્યક્તિઓ વચ્ચે સમસ્યા આકાર લે છે.અને અનેક પ્રકારના જુઠાણાનો સહારો લેવામાં આવે છે.સમજણથી એક વાઈડનેસ મળે પણ વાઈલ્ડનેસ ન જ મળે.એક નવો વ્યુ મળે અને પરિસ્થિતિની ગંભીરતાનો એક પ્રિવ્યુ મળે.ગણિતનો દાખલો શરુ કરતા પૂર્વે તેને સમજવો પડે કે તેમાં શું માંગયુ છે અને શું આપવાનું છે.તેના પાયાના પરિણામોની સમાજ હોવી જોઈએ.તેના એક પરિણામનો ઉપયોગ બીજા દાખલાના પ્રશ્નમાં કરી શકાય.એક જ દાખલો બીજી ઘણી પેટા રીતે ગણી શકાય.બસ જીવનમાં આવતી વિકટ સ્થીનું પણ કંઈક આવું જ છે.જેને પેલા સમજવી પડે અને યોગ્ય રીત થી ઉકેલવી પડે. સમજણ એ દરિયાનું મોજું નહિ પણ મધ દરિયાની માટી જ્યાં સુધી પોહ્ચવા અથાગ પ્રયત્નો કરવા પડે.                  


Sunday, September 02, 2012

The New Eye Sensor T.V.

આંખના પલકારાથી બદલો ટી.વી.ની ચેનલ ને 
હવે ગુગલ રિમાઇન્દર આપશે જે ફેસબુકમાં શેર પણ કરી શકાશે.

ફાસ્ટ લાઈફનો ભાગ બનતી આધુનિક ટેકનોલોજી સફળતાના શિખરો સર કરતી જાય છે ત્યારે વિજ્ઞાનની ફરી એક અનોખી ક્રાંતિ ખુબ જ મેહનત બાદ બહાર આવી છે.નાના મોટા ઘણા સાધનો એ જીવનને ખુબ જ બદલી નાખ્યું છે.જયારે રેડીઓનો જમાનો હતો ત્યારે એવું કેહવાતું  કે "એની પાસે તો રેડીઓ છે રેડીઓ.'' અને જયારે ટેલીવીઝનની શોધ થઇ ત્યારે એક નવી ક્રાંતિનો આરંભ થયો.જેના પાયામાં ચાર્લ્સ ફ્રાન્સીસ જેકલીન અને ફિલો ફ્રાંસ વર્થની મેહનતની સિદ્ધિ છે.એટલે તેનું પરિણામ એટલે આજનું ટી.વી.અમેરિકામાં ૧૯૨૭નાં સમયગાળા દરમિયાન આ બે બંધુઓ એ કસેલી કમર અને આપેલું  આઉટપુટ એ આજનું ટી.વી છે.જોકે આપણા ભારતમાં થોડા જ સમયમાં આ સાધનનો લાભ શરુ થયો. અને ત્યાર બાદ ચેનલોની એક અમર્યાદિત શ્રેણી શરુ થઇ. જેની શરૂઆત માત્ર અપના જ દેશમાં નહિ પણ આખા વિશ્વમાં થઇ હતી.એ સમય ટી.વીની અંદર જ સ્વીચવાળા કલર વિહોણા ટી.વી.આવતા. અને આપણે ત્યાં ૧૫ સપ્ટેમ્બર ૧૯૫૯થી પ્રસારણ સેવા શરુ થઇ એટલે એવું કહી શકાય કે તે દિવસથી અપણા દેશમાં ટી.વી,આવ્યા.ગુજરાતમાં ટી.વી.ની શરૂઆત નડીયાદ ગામથી થઇ.૧૯૭૫ સુધીમાં આખા દેશના માત્ર પાચ જ શહેરોમાં આ સાધનનો ઉપયોગ થતો. આજે અપણા દેશમાં સૌથી વધુ જોવાતું માંધ્યમ એટલે ટી.વી છે.એન્ટેના ટી.વિ થી શ્રી ગણેશથી કરીને આજે આ યાત્રા ડીશ ટી.વી.સુધી અને હજુ પણ એક સ્ટેપ આગળ કહીએ તો તમામ ચેનલોને એચ.ડી. કરવાની આધુનિકતા સુધીની સફર માંથી ટેકનોલોજી પસાર થઇ રહી છે.ત્યારે ટી.વી.રીમોટની ટેકનોલોજીથી આગળ વધીને હવે આંખના પલકારાથી ટી.વી.ની ચેનલ બદલાઈ તો નવાઈ નહિ.આવી ડીજીટલ ક્રાંતિ પેહલા ન હતી.

"હમ હે નયે અંદાજ કયો હો પુરાના." રોજ કંઈક ને કંઈક નવું કરતુ વિજ્ઞાન જ્યારથી માણસના ધ્યાનમાં આવ્યું ત્યારથી માનવ જીવનનું ચિત્ર બદલાવી નાખ્યું છે. થોડી કલ્પના કરીએ તો કે આજે માત્ર એક દિવસ ટેકનોલોજી વિના જીવી શકાય? અરે દિવસ તો ઠીક પણ એક મિનીટ કે કલાક પણ મોબાઈલ બંધ રાખી શકાય એમ નથી.કારણ કે ટેકનોલોજીનું સચોટ દ્રષ્ટાંત તો મોબાઈલ જ છે ને? અને હવે તો મોબાઈલમાં પણ ટી,વી. હવે આ ટી.વી.સેક્શનમાં એલ.સી.ડી.અને એલ.ઈ.ડી.નો એક આખો એરા ચાલે છે.જેને લેવા હવે ફેરા ફરવાની જરૂર નથી. ગામડે પણ એલ.એ.ડી અને એલ.સી.ડી.જોવા મળે.એટલે આખું ચિત્ર આજે જુદું છે સાથે સાથે રીમોટ માટે ઝગડવું પડે એ કારણ પણ મોજુદ છે.પણ હવેથી આ ટી.વિના કમ્પાસ એટલે કે રીમોટમાંથી છુટકારો મળશે.માત્ર આંખ પટપટાવો ચેનલ બદલી જશે.લંડનના એક એન્જીનીઅરએ આવ ટી,વીની શોધની સીરીઝમાં નામ નોંધાવ્યું છે.માત્ર આંખથી ટી.વી.ચાલુ થશે અને બંધ થશે.આ ટી.વી. આઈ કંટ્રોલ ટી.વી. કેહવાઇ છે.આઈ સેન્સર ટેકનોલોજીથી બનેલું આ ટી.વી. ખરેખર રીમોટની માથાકૂટ માંથી મુક્તિ આપશે. ટી.વી.આપની આંખની ગોળાઈ એકયુરેટ કરીને સેવ કરી રાખશે.અને ટેવ પાડશે માત્ર એક પલકારાની.આંખના કાળા ભાગ દ્વારા તેના સેટીંગસ કંટ્રોલ થશે.અને નીચું જોસોતો વોલ્યુમ ફોલ થશે.થોડું વધારે એક જગ્યા એ ધ્યાન કેન્દ્રિત કરશો તો બીજા મેનુ ખુલશે.પણ હવે આ ટી.વી.નું પણ એડમીન પણ બનાવવું પડશે.હા આ ટી.વી.એલ.એ.ડી જ હશે અને પ્લાઝ્માંમાં પણ એવેલેબલ હશે.લંડનમાં થયેલી આ શોધના પરિણામ અપણા દેશમાં પણ થોડા જ વર્ષોમાં આવશે.હવે તે અપણા મલકમાં કેટલું સકસેસ જાય છે તે માટે "વેઈટ  એન્ડ વોચ."

સેન્સર ક્રાંતિની શરૂઆત આપણે ત્યાં એ.ટી.એમના ફિંગર ટચમશીન દ્વારા થઇ હતી.તે પહેલા પણ ટચ સક્રીન્વાલા ફોન તો હતા જ.વધારામાં હવે આઈ સેન્સર ટી.વી.ની શરૂઆત થઇ ચુકી છે.બીજી તરફ વેબની દુનીઅની ચહલ પહલ જોઈએ તો ગુગલ.કોમ દ્વારા રિમાઇડર સેવા શરુ કરવામાં આવી છે.ગુગલના અઈરેને ચંગએ આવી જાહેરાત કરી છે કે હવે આ સર્ચ સાઈટ રિમાઇન્દર આપશે.જે પેજ મિત્રો સાથે શેર કરી શકાશે અને મિત્રોની થોડી વધુ કેર કરી શકાશે.જે આપના મિત્રો ફેસબુક દ્વારા લાઇક પણ કરશે.આવા પર વિનાના આવિષ્કારથી જીવન ઘણું બદલ્યું છે પણ સાથે સાથે કેટલીક આડઅસર પણ પેદા કરી છે.          




ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...