અમદાવાદના આંદોલનનો અવાજ છેક અમૃતસર સુધી પડઘાયો
તા.13 એપ્રિલ 1919. ભારતની આઝાદીના ઈતિહાસમાં એક એવો કાળો દિવસ જેને પંજાબ ક્યારેય ભૂલી નહીં શકે. માનવ ઈતિહાસની એ ભલ્લાદેવ કરતા પણ ક્રુર ઘટના જેમાં હજારો-લાખોની સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા. પંજાબના અમૃતસરમાં આવેલો જલિયાવાલા બાગ જ્યાંની માટી ખોદતા લાલ રંગ જોવા મળે એટલો મોટો અને દેશની આદાઝીનો પહેલો નરસંહાર. જેણે આઝાદીની લડતના બીજ એટલા ઊંડા રોપ્યા કે અંગ્રેજોની નાકે દમ આવી ગયો. બ્રિગેડિયર જનરલ રોજીનોલ્ડ ડાયરે જે ગોળીબાર કર્યો એમાં અનેક નિર્દોષ શિકાર થઈ ગયા. પણ એ પહેલા તા.10 એપ્રિલ 1919ના રોજ અમૃતસરમાં અંગ્રેજો સામે એક વિરોધ પ્રદર્શન થયું હતું. જેને અંગ્રેજો સહન કરી શક્યા નહીં. અંગ્રેજી યુવતીઓ અને બાળકો પર હુમલો થયો હતો. કેટલીય જગ્યાઓ પર આગચંપી કરવામાં આવી હતી. પણ જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી અને પહેલાની કેટલી ઘટનાઓનું રીસર્ચ કરવામાં આવે તો એક વાત સ્પષ્ટ થાય છે કે, ભારતીય વિરૂદ્ધ અંગ્રેજોનું આ એક પૂર્વ આયોજિત કાવતરૂ હતું. આઝાદી માટે સૌથી વધાર માર અને ત્રાસ જે શહેરે સહન કર્યો એમાં કોલકાતા બાદ પંજાબના શહેરનો ક્રમ આવે છે. અંગ્રેજોએ ભારતીયોને પાઠ ભણાવવા માટે એક પ્લાનિંગ કરી રાખ્યું હતું.
વર્ષ 1918માં અમદાવાદમાં મિલમાં હડતાળ અને એને મળેલું જનસમર્થન અંગ્રેજો જોઈ શક્યા નહીં. આ તા.13 એપ્રિલ પહેલા બનેલી અંગ્રેજો સામેની સ્વતંત્રતા માટેની મોટી ઘટના પૈકી એક. એ પછી વર્ષ 1919માં રોલેટ એક્ટ આવ્યો. જે અંતર્ગત આતંકવાદી પ્રવૃતિઓ રોકવા માટે ભારતીયો નાગરિકોના અધિકાર પર અંગ્રેજોએ રીતસરની સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. વિશ્વયુદ્ધ બાદ આ પ્રકારનો કાયદો આવશે એવી કોઈને અપેક્ષા ન હતી. આખા દેશમાં આ કાયદાના વિરોધમાં જન આંદોલન શરૂ થયા. જેમાં ગાંધીજીએ ગામે ગામે જઈને લોકજાગૃતિ લાવવા ઝુંબેશ શરૂ કરી.
રેલી, સભા, જનસંવાદ, યોજનાઓ અને લોક ભાગીદારીની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે અંગ્રેજો ચોંકી ગયા હતા. માર, માનસિક ત્રાસ અને ડામ જેવી કંપાવનારી સજા સહન કરીને પણ આહ..ની જગ્યાએ ઈન્કલાબ ઝિંદાબાદ મોઢેથી નીકળતું. માર્ચ અને એપ્રિલ 1919 આ બે મહિનામાં સ્વતંત્રતા માટેનું એવું જડબેસલાક પ્લાનિંગ થયું કે, અંગ્રેજ શાસકોની મુશ્કેલી જેટલી દિવસે વધતી ન હતી એટલી રાત્રે વધતી. કારણ કે ઘટનાઓને અંજામ રાત્રે જ અપાતો. રોલેટ એક્ટની સામે અંગ્રેજોએ એવો બળ પ્રયોગ કર્યો કે, લખનૌ, પટણા, કોલકાતા, મુંબઈ, કોટા અને અમદાવાદમાં વિરોધ પ્રદર્શનને કચડવા અંગ્રજોએ મનફાવે એમ લાઠીચાર્જ કર્યો. ગોળીબાર કર્યો. તા.6 એપ્રિલના રોજ ગાંધીજીએ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કર્યું. જેની સામે અંગ્રેજોએ જેલભરો મિશન ચલાવ્યું. ક્ષમતા કરતા વધારે લોકોને જેલના એક બેરેકમાં લોક કરી દીધા. તા.13 એપ્રિલના રોજ જલિયાવાલા બાગમાં લોકો અંગ્રજો સામે વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા થયા હતા. જ્યાં જનરલ ડાયરે ગાંડાની જેમ ગોળીબાર કર્યો. આ કોઈ ગઈકાલની ઝેરોક્ષ કોપી જેવી સવાર ન હતી. બ્રિટિશ સામ્રાજ્યની શક્તિનો પરચો હતો. પણ દેશની પ્રજા આજે પણ એ ભૂલી શકી નથી. સ્વતંત્રતાની ચળવળને આનાથી એક નવી દિશા મળી. એ વાત માનવી પડે કે પ્લાનિંગ સાથે પાવર દેખાડો તો અને જનશક્તિથી આગળ વધો એટલે અંગ્રેજો ફફડે. આ હત્યાકાંડના છ મહિના બાદ અંગ્રેજોએ કહેવા પૂરતી એક તપાસ કમિટીનું એલાન કર્યું.
જેની જવાબદારી લૉર્ડ વિલિયમ હંટરને સોંપવામાં આવી. આ પણ ખરબુદ્ધિનો અધિકારી હતો. કારણ કે મૂળ તો બ્રિટિશર હતા. દેશવાસીઓમાં આશ્ચર્ય કરતા આઘાત વધારે હતો. આ તપાસને હંટર કમિશન નામથી પણ ઓળખવામાં આવે છે. બિન લાદેનના બાપ હોય એવું ડાયરનું બિહેવીયર. 1000 લોકોની હત્યા (ઓફિશિયલ ફીગર, અનઓફિશિયલ તો આંકડો લાખ સુધી પહોંચે) કરનારાને અફસોસનો છાંટો માત્ર ન હતો. ડાયરે કહ્યું કે, ભીડને વિખેરવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. પણ એની ગોળીઓના નિશાન હજું પણ જલિયાવાલા બાગમાં છે. બ્રિટિશ સરકાર સામે કોઈ વિદ્રોહ ન કરી શકે એ માટે ડાયરનું આ ષડયંત્ર હતું. વિચારમાં પેટ્રોલ બોંબ જેવી વિસ્ફોટકતા હતી. ઈતિહાસની ડાયરીમાં ડાયર જેવા ક્રુર માણસની તરફેણ કરનારામાં બ્રિટિશર મોખરે હતા.
ડાયરે એવું પણ બોલ્યો કે, હથિયારથી ભરેલી ટ્રક મળી હોત તો ભારતીયો પર ફેરવી દેત. પણ આનો પણ બાપ હતો સરદાર ઉધમસિંહ. જેમે બ્રિટનમાં જઈને ડાયરને ભડાકે દઈ દીધો. પછી આંખમાં આસું તો હતા પણ ઉધમસિંહના ચહેરા પર અફસોસ ન હતો. જેવા સાથે તેવા.અંગ્રેજોની યુનિટી પણ જુઓ લૉર્ડ ઓફ હાઉસે ડાયરના પક્ષમાં વોટિંગ કર્યું હતું. બ્રિટનની જનતાએ ડાયર માટે 30,000 પાઉન્ડનું ફંડ ઊભું કર્યું હતું. હકીકતમાં તો અંગ્રેજોએ ખાસ તો બ્રિટિશરોએ ખરા અર્થમાં પંજાબને સોરી કહેવું જોઈએ. પણ આ તો પુષ્પાના પિતા રહ્યાને. હજું સુધી સોરી નથી બોલ્યા નાક વગરના. પણ નવી પેઢીના ભારતીયો બાપ થઈને એમને આર્થિક રીતે ખંખેરે છે. એમની જ કંપનીમાં મસ્ત નોકરી કરીને જોરદાર કમાય છે. એમણે રાજ કર્યું અને આપણા ભારતીયોએ એના જ દેશમાંથી રેવન્યુ ઊભી કરી.
જે કુવામાં બચવા માટે પંજાબીઓએ કુદકા માર્યા એમાંથી ત્રણ દિવસ સુધી વાંસ આવતી હતી. પરિવારના પરિવાર ખતમ થઈ ગયા. વિરોધ માત્ર રોલેટ એક્ટનો ન હતો. કર્ફ્યૂ વચ્ચે જલિયાવાલા બાગમાં લોકો એકઠા થયા હતા. તો ઘણા એવા પરિવારો હતો જે વૈશાખીના પવિત્ર પર્વ પર મેળામાં આવ્યા હતા. 10 મિનિટમાં 1650 રાઉન્ડ ફાયર. પ્રવેશ અને બહાર જવા માટે માત્ર એક જ સાંકળો રસ્તો. પણ ખોટા રસ્તેથી મહાત આપવાના મનસુબા મહાનતાને હણી નાખે છે. તા. 23માર્ચ 1920ના રોજ ડાયરને દોષિત જાહેર કર્યો. ઓફિશિયલી હાંકી કાઢવામાં આવ્યો. 1940માં સરદાર ઉધમસિંહે ક્રુર દિમાંગ અને ઝનુની શરીરનો અંત આણ્યો. એ તમામ પરિવારો જેણે પોતાના સ્વજન આ ગોળીબારમાં ગુમાવ્યા એમને શ્રદ્ધાંજલી.
આઉટ ઓફ ધ બોક્સ
એક ટૂંકા અંતરનો રસ્તો કાપવો પણ કઠિન હોય છે જ્યારે સાથે ચાલવા વાળું કોઈ ન હોય