દિવાળી એટલે તહેવાર, વ્યવહાર અને સંબંધોનું ગેટ-ટુગેધર
આમ તો દિવાળી તહેવારોનું એક આખું પેકેજ છે. જેમાં અગિયારસથી શરૂ કરીને લાભ પાંચમ સુધી એક આખો માહોલ જાણે સ્પેશ્યલ હોલી ડે લઈને આપણે રિલેક્સ અને આનંદ કરાવવા તૈયાર હોય. દિવાળી કદાચ એક માત્ર એવો તહેવાર હશે જેમાં રજાનું મેનેજ નહીં પણ રજામાં પ્લાનિંગ કરવામાં આવે છે. હા, જે લોકો ઈમરજન્સી નોકરી અને સર્વિસ સાથે જોડાયેલા છે તે લોકો માટે તેમના કામના સ્થળે જ તમામ તહેવારોની મજાનો ફરજિયાત આનંદ લેવાનો હોય છે. આખિર ક્યા કરે. ડ્યુટી હૈ. રોશનીના આ પર્વમાં શુભેચ્છાથી લઈને સંવાદ સુધીની સ્પેશ જાણે લાઈવ થતી હોય એવો માહોલ હોય છે. પાડોશીની સાથે આમ ભલે પાર્કિગથી લઈને પાણી સુધીની માથાકુટ થતી હોય પણ દિવાળીમાં તો ત્યાં પણ મીષ્ઠાન આપીને ઉજવણી કરવામાં આવે છે.
દીવા પ્રગટાવીને અજવાશ કરવાની આ પરંપરા ભારત દેશમાં દાયકાઓ જૂની છે. રામનું અયોધ્યામાં આગમન અને મહાવીર પ્રભુના નિર્વાણદિવસમાં એક વાત સામાન્ય છે તે છે ભજન. આવકારમાં ભજન અને વિદાયમાં પણ ભક્તિ. પર્વનો આ જ તો સંદેશો છે કે સત્સંગથી માહોલ પલટાય છે. હવામાં 100 ગ્રામ ધૂમાડો હોય એવું ક્યારેય સાંભળ્યું નથી. આજે દીવાઓનું ડીજીટાઈઝેશન થઈ ગયું છે. છતાં પણ દરેક ઘરમાં દીવાનું સાતત્ય યથાવત છે. દીવાનું અસ્તિત્વ જ પરંપરાના પુરાવા આપે છે. ઘર ભલે ગમે તેવું હોય કે ગમે એવડું હોય રંગોળીની શોભા એક સંસ્કૃતિની સાબિતી આપે છે. રજામાં મોજ કરવાની અને રીત રિવાજને જીવંત રાખવા તેમાં થોડા આપણા લેટેસ્ટ વાઈબ્રેશન ઉમેરવાના. પગે લાગવાનું અવગણવાનું નથી પણ નવી પેઢિની સામસામે ભેટવાની હગ સિસ્ટમને પણ અપનાવવામાં ખોટું નથી. તહેવાર એટલે ટોટલી રિલેક્સ, ચોઈસ કરીને આનંદના વોઈસમાં હસતા રહેવાનું સમયે આપેલું મેદાન. દીવાની વાત કરીએ તો પહેલા દીવાની વાટ તેલ કે ઘીમાં ઝબોળીને પ્રકાશનું પ્રાગટ્ય થતુ. પછી એક સમય આવ્યો જ્યારે રંગબેરગી લેમ્પને વાયરથી જોડીને પ્લગ પોરવીને સીરિઝ બનતી. આજે એલઈડીનો સમય છે. ચાઈનાનો માલ ભલે કાયમ વિવાદમાં અને ચર્ચામાં હોય પણ આપણા સેલિબ્રેશનમાં મસ્ત ડેકોરેશન કરી આપે છે.
આ વખતે મોંઘવારીના મારથી તહેવારોના રંગ ભલે થોડા બદલાયા હોય પણ ઉત્સાહ એવો જ તાજગીથી ભરપૂર છે. ઓછા બજેટમાં ઓનલાઈન સેલની સરપ્રાઈઝથી લઈને ડિસ્કાઉટ સુધી તહેવાર સચવાય એવું કરી આપે છે. પણ વ્યવહાર સચવાય એ માટે હવે આગોતરું આયોજન જોઈએ. કારણ કે ભેટની પાછળ ભોગ કરતા લાગણીઓ હવે પ્રાઈઝ ટેગ પરથી અને વસ્તુની ક્વોલિટી પરથી નક્કી થઈ રહી છે. સંબંધોના સ્નેહ મિલન હવે વોટ્સએપ ગ્રૂપમાં એડવાન્સમાં નક્કી થાય છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે ટાઈમલિમિટ આપીને ફૂલઝર ફોડવા સામે પણ આંખ લાલ કરી છે ત્યારે તહેવાર જાણે કોઈ એક્શનપ્લાનનું એનિમેશન હોય એવું લાગે છે. દિવાળીએ એટલે રિલેશનના રંગમાં રગાઈને સંવાદની રંગોળી કરવાનો ઉત્સવ. હમારા ઝમાને મે કોઈ દાદા-દાદી પાસેથી એમની દિવાળીના પ્રસંગ સાંભળજો, આજની દિવાળી ભારે અને ખૂબ ખર્ચાળ લાગશે.
વ્યવહારમાં જ્યારે નવા વર્ષે, આમ તો નવું વર્ષ 1 જાન્યુઆરીએ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે થાય છે. પણ ગુજરાતી વિક્રમસવંત પ્રમાણે નવા વર્ષે લક્ષ્મીપૂજનની પ્રસાદીમાં પણ લક્ષ્મી (પૈસા, રોકડ, નવી નોટ)નો પ્રસાદ આપીને ઉજવણી કરવામાં આવે છે. આ કોઈ પૈસાવાળા દેખાડવાનો ટ્રેન્ડ નથી પણ એક ટ્રેડિશન છે. દિવાળીમાં સૌથી વધારે મજા આવે નાનપણને વાગોળવાની. ફટાકડામાં તોડફોડ કરીને હરકત કરવાની અને ભગવાનના મંદિરમાંથી બાકસ ઉછીની લઈ જઈને પાછી ન આપવાની, તૂટેલા માટલામાં ફટાકડો મૂકવાની, વાટ કાઢીને ભડકો કરવાના, બોક્સ બાળવાના અને અનેક તોફાનમસ્તી. નવરાત્રી બાદ કદાચ હિન્દુધર્મનો આ બીજો નાઈટ ફેસ્ટિવલ વીથ લાઈટ ફેસ્ટ કહી શકાય. જ્યાં કળવાશને બાજુએ મૂકીને હળવાશને હૈયાથી માણવાની હોય. વીડિયો કોલના યુગમાં સગા નહીં પણ વ્હાલા કહેવાતા સંબંધો વિશ કરે તો જાણે બાજુમાં આવીને કોઈ સ્પર્શી ગયું હોય એવું અનુભૂતિ થાય. ફીલિંગ્સનું ફોલોઅપ નહીં પણ આપણા કહેવાતા લોકોની ફોરમમાં મઘમઘવાનો તહેવાર.
વ્યવહારમાં આદાન-પ્રદાનનું વિશાળ નેટવર્ક આજે લિમિટેડ કવરેજ બની ગયું છે એ પાછળ ક્યાંય સંબંધોની ખટાશ અને લાગણીની ભેટ પાછળ પ્રાઈઝ લેબલ જોવાની વિચારધારા જવાબદાર છે. બાકી એક સમયે પાંચ રૂપિયાની નોટ પણ આજના પાંચસો જેવી લાગતી હતી. બદલતા સમયમાં પરિવર્તન પામતા ટ્રેન્ડ કરતા વ્યવહારના સ્ટેન્ડને વધુ સ્પષ્ટ કરીએ તો જ સંબંધોની મજા છે. કશુ ન આપીને ખુદની સમજણ આપવી એ પણ મોટી ગિફ્ટ છે. આજે સાધન, સંપત્તિ અને સુખ દરેક વ્યક્તિની વિચારાધારએ બદલે છે. સમય આપવો એ ભેટ છે પણ સમજના ડાયમંડની કિંમત કરોડોમાં હોય છે. વ્યક્તિ ભલે ઉમરવશ થાય પણ એ સાથે સમજવશ થાય તો જ વાર્ષિક પ્રસંગની મજા મજાની લાગે. જિદ્દના સમ્રાટ થવા કરતા સમજના સેનાપતિ બનીને સંબંધોને લાઈટ રાખી શકાય. બાકી જવાબદારીનો ભારો નવા વર્ષની સાથે વધતો જ જવાને છે. એક સરસ ક્વોટ છે. Space, choice and priority always present your think but understanding define your personality. Happy Diwali and Prosperous New Year with sentimental And Smiling memories.
No comments:
Post a Comment