Monday, February 01, 2016

સમસ્યા, સ્વપ્ન અને સ્માર્ટ સિટી.


સમસ્યા, સ્વપ્ન અને સ્માર્ટ સિટી.

        મોદી સરકારના મહત્વના પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજેક્ટ એ સ્માર્ટ સિટી. જેની પ્રથમ યાદી જાહેર થતા જ બીજેપી શાસિત પ્રદેશોના નેતાઓને દોડવું ને ઢાળ મળ્યો એવી સ્થિતિ સામે આવી. સ્માર્ટ સિટીના બેનર નીચે સ્વપ્ન નગરી પર બોલવા અને ગ્લેમર વિચારોને શબ્દો આપવા તૈયાર થયેલા રાજકીય નેતાઓમાં એકાએક તરવરાટ જોવા મળ્યો. કોઇ પણ નવી વાત કે સરકારના વિષયને ચૂંટણી સાથે જોડીને જોવામાં આવે છે ત્યારે વિકાસની સાથે મતનીતિની વ્યૂહરચના હોય એવું લાગે, પણ વાસ્તવમાં એક પરિવર્તન જરૂરી છે ખાસ કરીને જ્યારે એક પાયાથી નવનિર્માણની પ્રક્રિયાનો પ્રારંભ થતો હોય ત્યારે એમ કહી શકાય કે છોડો કલ કી બાતે કલ કી બાત પુરાની, સ્માર્ટ શહેરોની વાતને વિસ્તૃતરૂપમાં જોવાની છે ત્યાં સુધી કેટલીયે સમસ્યાઓ, આભાસી સ્વપ્નાઓ અને સવાલોની એક આખી શ્રેણી તેની સાથે સંકળાયેલી છે. વિકાસની વાતો વચ્ચે સ્માર્ટ સિટી એક ગ્લેમરથી ઓછું નથી. વિશ્ર્વાસના વાયદોઓની સાથે વિટંબણાઓ પણ એટલી જ છે. આ સપનું સકાર કરવામાં પ્રચંડ પરિશ્રમ અને પુરૂષાર્થ અનિવાર્ય છે સાથોસાથ લોકોની સમજણ પણ એટલી જ અસર કરે છે. સ્માર્ટ શહેરની સાથે માનસિકતા બદલાય તે જરૂરી છે.


           સ્માર્ટ સિટી પહેલા નરેંદ્ર મોદી સરકારે અમૃત્તમ યોજનાની શરૂઆત કરી. કેંદ્રિય પ્રધાન વેંકૈયા નાઇડુએ જે યાદી જાહેર કરી છે તેમાં બિહાર કે ઉત્તરપ્રદેશનું એક પણ શહેર સામિલ નથી. મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તમિલનાડું, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, પંજાબ, આસામ, કેરળ, એડિશા અને નવી દિલ્લીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટીની યાદીમાં પ્રથમ 20 શહેરોમાં ગુજરાતના બે શહેરોનો સમાવેશ થયો અમદાવાદ અને સુરત. આ તમામ રાજ્યના જે તે શહેરોના સ્માર્ટ બનાવવાની યાદી જાહેર કરવામાં આવી છે તેની પાછળ એક વાત એ પણ જોડાયેલી છે કે આ એ જ રાજ્ય કે શહેર જ્યાં સરકારીપક્ષ એટલે કે એનડીએ પ્રશાસિત છે અથવા તો આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આને કહેવાય કહી પે નિગાહે કહી પે નિશાના. પણ સરકારના દાવા પ્રમાણે શહેરો સ્માર્ટ થશે પણ લોકોનું શું?? જ્યાં જીવનધોરણ અને વિચારશૈલીમાં પરિવર્તન હજુ નથી આવ્યા ત્યાં મહાનગરોને સ્માર્ટ કરવાની કવાયત થઇ રહી છે, થોડું આસપાસના નગર અને ગામડાંઓમાં તો આટોમારો ખાદીધારી વીર, જ્યાં પીવાના પાણીના ફાફાં છે ત્યારે પાણીના મીટરની વાત થાય છે, રાંધણગેસના કાળા બજાર વચ્ચે ઘરે ઘરે ગેસકિટ નાંખવા માટે રસ્તાઓ તોડાય છે, રેલવે સ્ટેશન પર વેન્ડિગ મશિન વાપરતા નથી ફાવતું એને મેટ્રોનાં સ્વપ્ન બતાવાય છે, કાગળ પરના નક્શાઓ સામે વાસ્તવિકતા તદ્દન વસમી અને વરવી છે. પીપીપીનાં ઓઠા નીચે તૈયાર થનારા સ્માર્ટ શહેરોમાં પવાનાં પાણીથી લઇને પરિવહન સુધીની સુવિધાઓ સજ્જ કરવા વિચારોને આકાર આપવામાં આવશે. આ બધા માટેના કાવડીયા, ફદિયા કે રોકડા ક્યાંથી આવશે તે પ્રશ્ર્નો અને પડકારો મોટા છે. કેંદ્રની તર્કની તલવારને શબ્દો આપીએ તો અહીં સાચવી લેવાનો હેતુ સ્પષ્ટ છે. અગેઇન વોટબેંક


           એક ગણતરી પ્રમાણે આ તમામ શહેરો પૈકી એક મહાનગર પાછળ થતો ખર્ચ 10 લાખ કરોડ થશે એમ અર્થશાસ્ત્રીઓનું માનવું છે. આટલી મોટી રકમ માટે સરકારે કોર્પોરેંટ સેક્ટર સાથે હાથ મિલાવવા પડશે. આમ પણ મોદી સરકારની આખી ટીમ એક યા બીજી રીતે કોર્પોરેટ ક્નેક્ટિવિટી ધરાવે છે જ. જ્યારે સરકાર કોઇ પણ હોય કોર્પોરેટ સેક્ટરોની પક્ષકારો માટેની ઓફરથી કોણ અજાણ હશે?? કોર્પોરેટ સેક્ટર પાસે પોતાના પ્લાનિંગ છે જેને સરકાર પાસેથી લીલી ઝંડી લેવાની છે તો બીજી બાજુ પ્રતિષ્ડાના અને સમાજિક જવાબદારીના ભાગરૂપે કંપનીઓ સ્થાનિક રીતે ગ્રાઉન્ડ પર રહે તેવા પ્રયાસો કંઇ આજકાલના નથી. શહેરમાં કોઇ પાર્ક કે ફુવારાઓ, ટ્રાફિક પોલીસ માટેના પ્રોટેક્ટેડ સાધનો જેવી સહાયથી સાચવવાના પ્રાયસો કોઇ પણની સરકારમાં થતા હોય છે. મુડીરોકાણ એક ચિંતાનો વિષય છે.

મોટાભાગના શહેરની શરૂઆત મહાનગરો થકી થવાની છે પણ તે દરેક પાસે પોતાની મર્યાદા અને પાયાની સમસ્યા હૈયાત છે. દા.ત. અમદાવાદ પાસે દરિયા કિનારો નથી તેથી ઉનાળામાં પરિસ્થિતિ કપરી બને છે અને શહેરમાં વસવાટની જગ્યાઓ વચ્ચેથી વિકાસપંથ કંડારવાનો છે. ફ્રેશ અને બનેલો બનાવ એ પણ છે કે જ્યારે ગુજરાતના સીએમ મેટ્રે રેલના બીજા તબક્કાનું ભૂમિ પુજન કરવા ગયા ત્યારે અમદાવાદની કેટલીયે સોસાયટીના લોકોનો તેની સામે વિરોધ હતો. ઘર અને રોજી ભાંગીને વિકાસ થાય તે ખરેખર વિકાસ કહેવાય?? વિચારવા નહીં પણ ચર્ચાવા જેવો મુદ્દો છે. જ્યારે નાના નગરો પાસે વિકલ્પો સિમિત અને સ્ત્રોત સક્ષમ નથી. જવાબદારી રાજ્ય અને કેંદ્ર સરકારની છે તેથી કોઇ પ્રોજેક્ટમાં અંદરખાને ઘરભરો ઝુંબેશ નહી જ થાય એની કોઇ ગેરેંટી નથી. કેંદ્ર સરકારે આ સપનું સકાર કરવા માટે ફાળવેલી રકમ માટે ઇમાનદારી પુર્વક દેખરેખ અનિવાર્ય છે. સરકારના પ્રોજેક્ટ શરૂ થાય છે પણ પછી હવામાં રહી જાય છે, મહાનગરોમાં વધતી જતી વસ્તી અને રોજગારીની તક સામે પહોંચી વળવું એમા સરકાર અને કંપનીની કેળ બેવળી વળી જશે. સાથેસાથે પર્યાવરણ અને પ્રદુષણનું જોખમ પણ એટલું જ અસર કરશે. આપણે કચરો ડસ્ટબીનમાં ફેકવાની તસ્દી નથી લેતાં અને પાણી પીધા બાદ બોટલ મસ્ટ સ્ટાઇલથી રસ્તાઓ પર ફેંકીએ છીએ અને પાછી વાઇફાઇ તેમજ સ્માર્ટ સિટીની અપેક્ષા સરકાર પાસેથી રાખીએ છીએ.ફોન કે શહેર સ્માર્ટ થઇને બદલાય કે ન બદલાય વર્તણુંક અને વલણ ચોક્કસ બદલવા જોઇએ.


ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...