Wednesday, December 23, 2015

ટક્કર પાછળના નક્કર કારણો

Arvind Kejrival- Narendra Modi

 દેશની રાજધાની દિલ્લીમાં ઠંડીનો પારો નીચો જઇ રહ્યો છે પણ છેલ્લા એક સપ્તાહમાં રાજકિય ગરમાવાથી વાતાવરણ ડોહળાયું છે. એક તરફ નવા વાહનોની નોંધણી ન કરીને પ્રદુષણ ઘટાડવાનો પ્લાન મંત્રી અરવિંદ
દિલ્લમાં વધી રહેલા ક્રાઇમ રેશિયોને ધ્યાનમાં લઇને કેજરીવાલ સરકારે દિલ્લી પોલીસનું સંચાલન પોતાને સોંપવા માટેની માંગ કરી હતી જો કે દિલ્લી પોલીસ કેન્દ્ર સરકારના હાથમાં છે. મોદી અને કેજરીવાલ વચ્ચેના આ કોલ્ડવોરમાં મુદ્દાઓ દમદાર છે પણ રાજકીય વિખવાદથી બંને શાસકો સામે સવાલની શ્રેણી રચાઇ છે. ભ્રષ્ટ્રાચારની વાતો કરતા અરવિંદ કેજરીવાલના જ પક્ષના સાથીના ઘરે રેડ પડી ત્યારે મોદી સરકારની વ્યૂહાત્મક રાજનીતિ સામે પ્રહાર કરવામાં આવ્યા. ટિ્વટર પર કેજરીવાલે મોદીને ઓછી બુધ્ધિના કહીને પોતાના આક્રોશને શબ્દો આપ્યા. જેટલી સામે ડીડીસીએની બાબતમાં ખુલ્લાસો કરવો પડે એવો હોબાળો મચી જતા મામલો કોર્ટ સુધી પહોચ્યો. 
                     કેજરીવાલે દિલ્લીને પુર્ણ રાજ્યનો દરરજો અપાવવાની વાત કરીને કેન્દ્ર સામેની સીધી લડાઇની શરૂઆત કરી. જો કે આ વાત વર્ષોથી થતી આવે છે પણ કોઇ અસરકારક પગલું જોવા મળ્યું નથી. આ વાત મોદી સરકારને ધ્યાનમાં છે પણ મૌનમાં માનનારા મોદીએ આ વાતને હાંસિયાભેગી કરી દીધી. આમ પણ દિલ્લી સરકાર અને કેન્દ્ર વચ્ચેના આ દ્નંદ્ર માં કોંગ્રેસ મોકાની રાહમાં છે. જામીન પર છુટકારા બાદ દિલ્લીના રાજકારણમાં ખુરશી માટેનો ત્રીપક્ષીય જંગ જોવા મળી રહ્યો છે. રાજધાનીમાં મહિલા સુરક્ષાને લઇને હંમેશા સવાલ થતા રહ્યા છે ત્યારે મોદી સરકાર એક સમિતિની રચના કરવા માગે છે પણ આ સમિતિ કેજરીવાલના કોઇ સૈનિક નથી. ખાસ વાત એ છે કે આ સમિતિ માટે દિલ્લી સરકારે મંજુરી આપી દીધી છે.
વિકાસના નામે જમીનના ઉપયોગનો મુદ્દો ગુજરાત હોઇ કે દિલ્લી બીજેપી માટે કાયમ માથાના દુખાવા સમાન રહ્યો છે. જમીનનો અધિકાર દિલ્લીમાં ડીડીએ પાસે છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે દિલ્લીના વિકાસ માટે દિલ્લીની જમીન પર હક જરૂરી છે જ્યારે આપ સરકારે જમીનને લઇને પણ જંગએલાન કરી દીધુ છે. છેલ્લા છ મહિનામાં કેન્દ્ર સરકારની સામે પડકારોના પહાડમાંથી પથ્થરો પડ્યા કરે છે ત્યારે મોંધવારી અને જીએસટી બીલની બાબત હવામાં રહી જતા 23 ડિસેમ્બરે સત્ર પુરુ થઇ ગયું. રાજકિય અટકળો અને આરોપો વચ્ચે વૈશ્ર્વિક વિચારો ભૂલાયા અને અન્ચ દેશ શું વિચારશે એની ચિંતા કોઇ વિકાસપ્રેમી નેતાએ ન કરી. કોઇ ટહુક્યુ (ટિ્વટ ન કર્યુ) પણ નહી. બાકી દેશની જનતાને આ પોલિટિકલ વોરમાં નહી પણ મોંધાવારીનો સ્કોર ઘટે એમાં રસ છે.

કેજરીવાલનો છે પણ  કેજરીવાલ સરકારના નેતાને ત્યાં પડેલા સીબીઆઇના દરોડાથી ટન જેટલો વજન ધરાવતા  ટિ્વટર પર જંગ જોવા મળ્યો. આ સાથે જ મોદી સરકારની મુશ્કેલીમાં વધારો થયો. સોનિયા ગાંધી અને રાહુલને કોર્ટનુ તેડું આવતા બીજેપીને એક વધુ મોકો હાથ લાગ્યો પણ રેલવેના વિસ્તારમાં ઞુંપડા પાડી નંખાતા નાની બાળકીના મોતથી રાજનીતિના રોટલા શેકનારને વધુ એક ભઠ્ઠો મળ્યો. આમ પણ દિલ્લીમાં બે કમળનું રાજ ચાલે છે. કેજરીવાલ અને કમળ (રાજકિય પક્ષ). મોદી સરકાર અને કેજરીવાલ વચ્યેની ટક્કરના નક્કર કારણો તીવ્ર છે જેની અસર દિલ્લીની જ નહી પણ દેશની ચુંટણીમાં પડી શકે એમ છે. દિલ્લી સરકારે હાલમાં જનલોકપાલ બીલથી કેન્દ્ર સાથે જોડાયેલા કાયદાઓમાં સંશોધન કરવા માટેની પહેલ કરી. કેન્દ્રની મંજુરી વિના આ બીલ પાસ થઇ શકે એમ નથી.

ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર

  ધોળા લૂંગડામાં ધોકેબાજ, દર્દીનું ખિસ્સું વેન્ટિલેટર પર       9 ઓગસ્ટનો દિવસ અને 8 ઓગસ્ટ 2024ની રાત, એક જાણીતા મહાનગરમાં અતિ ઉચ્ચ ગણાતા વ્ય...