વચેટિયાઓનું વર્ચસ્વ એટલે ઈધર કુવા ઉધર ખાઈ
નાનપણમાં એક રમત રમાડવામાં આવતી હતી. જેમાં કુંડાળામાં બેસીને બાળકો એકબીજાના કાનમાં કંઈક કહે. મુખ્ય વાત મુખ્ય વડા સુધી પહોંચતા જડમૂળથી બદલાઈ ગયેલી હોવાનું પરિણામ સામે છે. એકથી વધારે જ્યારે બાળકો રમતા હોય ત્યારે ચોક્કસ કઈ વ્યક્તિથી વાત બદલી તે કહેવું કઠિન હોય છે. આવું થાય છે આજની દુનિયામાં પણ ક્ષેત્ર બદલી ચૂક્યા છે. એ સમયે કુંડાળામાં બેસીને રમત રમતી આજે ડિજિટલ ડિવાઈસ પર આ રમત રમાઈ રહી છે. વાત છે વચેટિયાઓની. દુનિયાનું કોઈ પણ ફિલ્ડ લઈ ફીલિંગ્સથી લઈને ફાયનાન્સ સુધી તમામ પાસા અને પગથિયાઓ પર વચેટિયાઓ પ્રોફેશનલી રાજ કરે છે. દેશ અને દુનિયામાં ડંકો વગાડવા માટે અનેક લોકો થનગની રહ્યા છે. પણ લીલની માફક જામી ગયેલા આ એજન્ટોની દુનિયા અંડરગ્રાઉન્ડ માફિયા જેવી છે. જેમાં પ્રવેશવું તો સરળ છે પણ બહાર નીકળવું અભિમન્યુને ચક્રવ્યૂમાંથી બહાર કાઢવા બરોબર છે. તાજેતરમાં બર્લિનમાં થયેલા એક રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે કે, એશિયા પેસિફિક રિજિયનમાં મોસ્ટ કરપ્ટ દેશની યાદીમાં ભારતનું નામ અગ્રસ્થાને છે. એજ્યુકેશનમાં એડમિશનથી લઈને ઓનલાઈટ ટિકિટ બુકિંગ સુધી તમામ ક્ષેત્રે આ લોકો 'વ્હાઈટ કોલર' જોબ કરે છે. ચાર્જ ચૂકવો અને ચાન્સ મેળવો.
રાજસ્થાનનું કોટા સિટી ટ્યુશનક્લાસ માટે દેશમાં ડંકો વગાડે છે. અહીંયા આઈએએસથી લઈને આઈઆરએસ સુધી અને તલાટીથી લઈને ટેક્સ કમિશનર સુધીની પરીક્ષાની તૈયારીઓ કરાવવા માટે આપણે ત્યાં જેટલા અંતરે પાણીપૂરીવાળાની રેકડીઓ હોય છે એમ અહીં ટ્યુશન ક્લાસ આવેલા છે. આ વાસ્તવિકતા છે પણ સત્ય એ પણ છે કે, કોઈ એક જાહેર સાહસની પરીક્ષામાં પાસ થઈ ગયા હો એટલે પ્રમોશન અને પસંદગીની જગ્યાએ ટ્રાંસફર સરળતાથી મળી જાય છે. અહીંયા કોણ કામ કરે છે? એજન્ટબાપુ. તૈયાર ફૂડમાં દેશી મસાલાના સ્વાદ શોધતી જનરેશનમાં પણ બે વર્ગો છે. એક મજબૂર છે અને એક પૈસા દઈને પણ મોકો શોધે છે. હવે આ રીતે કંઈ સફળતા મળી જાય તો તેને માસ્ટર સ્ટ્રોક સમજવો કે મજબૂત એજન્ટોની મહેરબાની? શિક્ષણક્ષેત્રે ચાલતી કેટલીક જાણીતી વીંગ પણ આ કામમાં જેમ મુન્નાના કામમાં સર્કિટ ભાગીદાર હોય છે એમ બ્રાન્ડેડ પાર્ટનરશીપ ધરાવે છે. અસ્તિત્વને અસ્થિર કરે દે એવી વાત તો એ છે કે, બર્લિનના અભ્યાસ અનુસાર દર દસમાંથી સાત લોકો 'વહીવટ' કરે છે. કેટલાક લોકો તો વહીવટી અધિકારી બની ગયા છે. થોડા મહિના પહેલા કોન્સ્ટેબલની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું. વીજવેગે તપાસ થવા માંડી. કારણ કે, પોલીસ'ખાતા'ની પરીક્ષા હતી. યુનિવર્સિટીની પરીક્ષાના અનેક વખત પેપર લીક થઈ ગયા? કેમ ભીનું સુકા અને રાજકીય કપડાંમાં સંકેલાઈ ગયું? બર્લિનની એનજીઓએ આપણા દેશના કુલ 43 ક્ષેત્રનો જ નહીં પણ ત્યાં કચેરીમાં ઉડતી ઘૂળનો ડિટેઈલ રિપોર્ટ તૈયાર કરીને દાવો કર્યો છે કે, ઈન્ડિયામાં એન્જટ એટલે થાય કોઈ પણ કામ અર્જન્ટ.
મંગળ પર યાન મોકલવામાં આવે કે ચૂંટણીલક્ષી બજેટમાં મત મેળવવા માટેની ટેક્સ રાહત મળે એટલે દેશવાસીઓના મનમાં આનંદનો અણુંબોંબ ફૂટે. પીએમ તમામ વસ્તુઓ ઓનલાઈન કરીને ભ્રષ્ટાચાર ભડવીર દલાલ રાજ નાબૂદ કરવા માગે છે. એમના જ પક્ષના જાણીતા મંત્રીએ કહ્યું છે કે, મહેસુલખાતું સૌથી વધુ બદનામ અને બીજા નંબરે પોલીસખાતું છે. સિસ્ટમમાં સડો નથી એજન્ટની ટોપી પહેરીને બેઠેલો માણસ અંદરથી સડી ચૂક્યો છે. મહાકાય સમિટ કરીને વિશ્વની કંપનીઓ માટે એક તરફ રેડકાર્પેટ પાથરવામાં આવે છે ત્યારે આવી કંપનીઓ કંઈ ઠાલા વચનો અને મહેમાનગતીથી મહેરબાન થાય એમ નથી. દેશ અને દુનિયાની એનજીઓ તથા યુનિવર્સિટીએ કરેલા સર્વેને ધ્યાને લઈને પોતાના કરોડો રૂપિયા પારકા દેશમાં રોકે છે. એવામાં વચેટિયાઓનું વર્ચસ્વ ફાવી જાય અને યુવાનોની સ્કિલ શિકાગોમાં થતી હિમવર્ષાની માફક જામી જાય તો એજ્યુકેશન ક્યાં કામ આવશે? લેન્ડ ક્લિકર કરવાથી લઈને લાયસન્સ સુધી અને મીઠાઈની દુકાન લેવાથી લઈને મોબાઈલમાં સોફ્ટવેર અપડેટ કરાવવા સુધી બધે જ 'સેટિંગ' કરી દેનારા છે જ. થોડા સમય પહેલા રિયલ એસ્ટેટની એક વેબસાઈટમાં લખેલું હતું directly by owner. એક વ્યક્તિને ક્લિક કરીને જોયું તો દલાલોનું આખું નેટવર્ક હતું. એટલે ઓનલાઈન પર સબસલામતનું સિગ્નલ અને વાસ્તવમાં અજાણી જગ્યાએ રહેલા જોખમ જેવી સ્થિતિ. સત્તા માટેના સંઘર્ષો થાય પણ માત્ર આદર્શવાદી તો શબ્દો જ બોલાય. રેલવેની ટિકિટમાં બેફામ વધારો થાય પણ રેલઅકસ્માતમાં પૂર્ણવિરામ જ ન મૂકાય. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં બાય રોડ જાવ ત્યારે પાસિંગ ચાર્જ સિવાય 200રૂ. ઉપરથી લેવાય છતા કંઈ થાય નહીં. પોતાના પ્રાંતની નંબર પ્લેટ ધરાવતા વાહનોને ગ્રીન સિગ્નલ મળે અને બીજા રાજ્યના વાહનો એરપોર્ટ પર પેસેન્જર ચેક થાય એ રીતે સ્કેન થાય. છતા 50 રૂ. તો વગર પહોંચના આપવા પડે.
બજેટના છોતરા કાઢી નાખવામાં આવા વચેટિયાઓ જ ત્રણ એક્કા ફેંકીને બાજી મારી જાય છે. આવા માણસો વીર હોય છે પણ વિખ્યાત હોતા નથી. બર્લિનની ટ્રાંસ્પેરન્સી ઈન્ટરનેશનલ નામની એનજીઓએ એવા પણ લોકોનો સર્વે કર્યો છે જે કામ કઢાવવા કાવડિયા ફેંકે છે. જ્યારે નોટબંધી થઈ ત્યારે એક એવો અંદાજો હતો કે, હવે શ્યામલક્ષ્મી (બ્લેકમની) ધારકો છતા થશે પણ વચેટિયાઓ તો 'મિસ્ટર ઈન્ડિયા' જેવો રોલ ભજવી ગયા. મનફાવે ત્યારે દેખાય અને મનફાવે ત્યારે ગાયબ. ગુજરાતમાં તો પ્રોપર્ટી ક્ષેત્રે મહાનગરમાં બીજ રોપવા હોય તો એજન્ટના ચરણસ્પર્શ નહીં પણ તેમને લક્ષ્મીસ્નાન કરાવવું પડે. બીજી તરફ એજન્ટો આપણને પાન સમજીને ચાવી જાય અને થૂંકી પણ કાઢે. (સ્નાન એટલે પાણી આપણા પર ઢોળવું અને પાન એટલે આપણે પાણીમાં જઈને ડૂબકી મારવી) આવા વાતાવરણમાં પ્રથમ વખત પ્રોપર્ટી લેનાર ભયભીત થઈ જાય અને અભણ, અંગુઠાછાપ, ભાઈગીરીનો મહારથી અને રાજકીય અથવા પોલીસ પીઠબળ ધરાવતો વચેટિયો ભયાનક બની જાય છે. પૈસ દેતી વખતે માત્ર પગ નહીં પણ આખું શરીર ધ્રુજી ઊઠે. આ બધા વચ્ચે મૂળ વાત એ પણ છે કે, જ્ઞાનના અભાવ વચ્ચે શોર્ટ કરીને ઉશ્કેરનારાઓ તૈયાર થઈ જાય છે. સર્ટિફાઈડ એજન્ટની જરૂર જ શું છે? એક તરફ ખરીદનાર અને બીજી તરફ વેંચનાર વચ્ચે સરકારી ટેક્સ અને યોગ્ય મજૂરી સિવાય ત્રીજા વ્યક્તિ કેવી રીતે અને શા માટે ફાવી જાય છે આ એક રિસર્ચ માગી લે તેવો વિષય છે. પી.એચડી થાય તો ધાર્યા કરતા મોટા નામની આતશબાજી થાય.
વિદેશમાંથી જ્યારે કોઈ વ્યક્તિનથી દેશમાં ટ્રાંસફર થાય છે ત્યારે તેઓ પોતાની કેટલીક વસ્તુઓ વેચવા કાઢે છે. ત્યાં કોઈ એજન્ટ કે દલાલ નથી હોતા ઓનલાઈન ફોટા પાડીને મૂકો એટલે વેચાય જાય. આ ઉપરાંત દરેક વિસ્તારમાં એક સેન્ટર હોય છે ત્યાં ફરિયાદ કરો એટલે તાત્કાલિક નીવેડો આવે છે. આપણો દેશ વ્યાપારી પ્રવૃતિ માટે વર્ષોથી જાણીતો છે. જેને વેચવું છે તે સ્વદેશથી લઈને પરદેશ સુધી મહેનત કરે છે. જેને લેવું છે તે અનેક જગ્યાએથી સરવે કરીને નાણાં ચૂકવે છે. તો પછી સિસ્ટમમાં આ વચ્ચે કોઈ પોતાની પ્રવૃતિ કરવા માટે કેમ 'સેટ' થઈ જાય છે. ઓનલાઈનનું માધ્યમ હોવા છતાં શા માટે એજન્ટો વ્હાઈટ કોલર થઈને ધંધો કરે છે. મકાન રોજ વેચાતા નથી, એડમિશન વર્ષે એક વખત થાય છે. પીજી (પેઈંગ ગેસ્ટ)માં દર વ્યક્તિએ ડિપોઝિટ લેવાય છે, આઈડી પ્રુફ લેવાય છે તો શા માટે તેની સાથે કોઈ અફઘાનના આતંકી જેવું વર્તન કરવામાં આવે છે? આવા અનેક સવાલ છે પણ જવાબ દર વખતે પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે. દેશની સિસ્ટમ બદલવાની જરૂર નથી, પગથિયા પર બેસીને બીક બતાવીને સેટિગ કરી આપતા લોકોને બદલવાની જરૂર છે. લાયકાત હશે તો લોયાલિટી આપમેળે આવશે. રાજ કરવાની જરૂર નથી રોયલ બનવાની જરૂર છે. જરૂરિયાતને આવક નહીં આવકાર બનાવવાની આવશ્યકતા છે. બાકી આપણા દેશમાં રાજ કરનારા અંગ્રેજો નથી ટકી શક્યા તો વચેટિયાઓ શું ટકવાના? વોટ્સએપના વિષવિદ્યાલયમાં રહીને ડિજિટલ સુખ મેળવતી આજની જનરેશ શોર્ટકટ છોડીને પુરાવા સાથે દાવો કરતા શીખશે ત્યારે વચેટિયાઓનું રાજ ખતમ થશે. અવાજમાં ઉશ્કેરાટ નહીં યોગ્ય રસ્તો શોધીને આવિષ્કાર કરવામાં દમ રાખવો જોઈએ. અન્યથા આપી દીધા બાદ પાછું વળી શકાતું નથી અને બદલાથી લીધેલું પામી શકાતું નથી.
આઉટ ઓફ ધ બોક્સ
વિદ્યાર્થીઃ મારી પાસે પાનકાર્ડ છે પણ તે અમુક જગ્યાએ ચાલતું નથી.
વચેટિયોઃ મને આપી દો, એડ્રેસપ્રુફ પ્રિન્ટ કરાવી આપીશ. તમારા માટે 500 થશે