સ્ત્રીઓ જીમમાં અને પુરુષો પાર્લરમાં.
આજના આધુનિક યુગ યુગમાં બદલાતા સમયની સાથે આજની મહિલાઓનો અને પુરુષોનો અભિગમ બદલતો જાય છે. ખાસ કરીને યુવાવર્ગ પોતાની સ્વસ્થતા અને સૌંદર્ય પ્રત્યે જાગૃત બન્યા છે. આજે લોકોનો એક વર્ગ ખાસ કરીને સ્ત્રીઓ પોતાની તંદુરસ્તી માટે જાગ્રત બની છે. તો બીજી તરફ યુવાનો બ્યુટી પાર્લરમાં જઈને પોતાની દેખાવને ઉજળો કરવા પ્રયાસો કરે છે. એક એ સમય હતો જયારે યુવાનો જીમમાં જતા આજની યુવતીઓ એક તરફ જીમમાં જાય છે તો સાથે સાથે બ્યુટી ટ્રીટમેન્ટ લેવામાં પણ પાછળ નથી એક તરફ સ્ત્રી સશક્તિકરણની વાત ખુબ ચર્ચામાં છે ત્યારે સ્ત્રીઓનો એક આખો વર્ગ આજે પોતાની રીતે ફીટ એન્ડ ફાઈન રહેવા આગળ આવતો જાય છે. આજના સમયને ધ્યાનમાં રાખીને એવું કહી શકાય કે સ્ત્રીઓ ફિગરની સાથે જીગરને પણ મજબુત બનાવવા સ્ત્રીઓ કમર કસે છે
આજના યુવાનો હવે બ્યુટી પાર્લર ની મુલાકાત લતા થઇ ગયા છે તે પણ ચોક્કસ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવે છે જેમાં આઈ બ્રો, ગોલ્ડ મસાજ, હર્બલ મસાજ, ફેસિયલ, બ્લીચનો સમાવેશ થાય છે તો હેર સ્ટાઈલમાં સ્લોપ, ચાઇનીઝ, મશરૂમ અને ઝીગઝેક કટનો સમાવેશ થાય છે આજે મહાનગરમાં બોડી મસાજ, ઓઈલ મસાજ, જેલ, ટ્રીટમેન્ટને આવરી લેવાય છે જેની કિંમત થોડી વધારે હોય છે તો નવી પેઢીમાં યુવાનોએ પણ જીમને જાકારો આપ્યો નથી કોઈ ફીટ રેહવા તો કોઈ સલમાનની જેમ મસલ્સ બનાવવા તો કોઈ સિક્સ પેક્સ માટે
આજની યુવા પેઢી પોતાની વેલ્થની સાથે હેલ્થ પ્રત્યે પણ સભાન બની છે. ત્યારે તેની સાથે સિનીયર સિટીઝનનો એક વર્ગ પણ સક્રિય થયો છે ઘરની મહિલાઓ આજે જીમ જોઈન કરે છે. તો સાથે સાથે દાદાની ઉમરના લોકો પોતાનાથી બનતી કસરત કરીને સ્વસ્થ જીવન જીવે છે કોઈ પણ ફિટનેસ સાથે ખોરાકીને સીધો સબંધ છે તેથી બહારના જંકફૂડ કરતા પ્રોટીનયુક્ત આહારના હવે લોકો આગ્રહી બન્યા છે. ખાસ કરીને સ્ત્રીઓએ આ દ્રષ્ટિકોણ ઝડપથી અપનાવી લીધો છે. પોતાના કપડા જ્વેલરી તેમજ ફૂડની સાથે તે હવે પોતાની ફિટનેસની બાબતે પણ હવે થોડી ચૂઝી બની છે. આજે તે સવારે પોતાના ચા નાસ્તાની સાથે રોજની રનીંગ અને એક્સસાઈઝ પણ કરે છે અને પોતાના બોડીને ફીટ બનાવે છે. એક સમયે માત્ર રસોઈ કરતી સ્ત્રી આજે એક ફિટનેસ ટ્રેનર પણ બની છે તેમાં કોઈ બે મત નથી. સ્ત્રી આજે મન અને તનથી સશક્ત થવા આગળ આવી છે. આ સાથે થોડા અલગ દ્રષ્ટિકોણથી જોઈએ તો આજે મહિલાઓ જે રીતે જાગૃત થઇ છે તે પાછળ ઘણા કારણો છે કે ફિટનેસ અને જીમનો ક્રેઝ વધતો જાય છે. જીમમાં સારી એવી સેફટી પણ રાખવામાં આવે છે ત્યારે તેમની સાથે એક લેડી જીમ ટ્રેનર તેને ટ્રીટ કરે છે. આજે છોકરીઓ પણ છોકરાવની માફક વર્ક આઉટ કરે છે. આજે જીમમાં 14 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની મહિલાઓ આવે છે જેમાં હાઉસ વાઈફનો પણ એક વર્ગ છે. જે લોકો દરરોજ ન આવી શકે તે માટે જીમવાળા તેમને સપ્તાહમાં ત્રણ થી ચાર વખત બોલાવવામાં આવે છે. ખાસ કરીને જયારે સ્ત્રી પ્રેગ્નેટ હોય ત્યારે તેમની કસરતમાં ખાસ ધ્યાન અપવામાં આવે છે. લોકો પર પણ થોડો આધાર હોય છે કારણ કે દરેકની શારીરિક ક્ષમતા જુદી હોય છે. તો સાથે સાથે ખોરાકી પણ અસર કરે છે. આજનો ફાસ્ટ ફૂડ પૂરે પૂરો કેલેરીથી ભરપુર છે. જે શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે છે. આજની સ્ત્રીઓ એરોબીક્સ પણ કરે છે. જેમાં ડાન્સનો એક ટચ હોય છે, યોગા પણ સારા છે. પણ તે શરીરની અંદરની રચનાને મજબુત કરે છે. ગરમી ફિટનેસને ખુબ અસર કરે છે. આજે યુવતીઓ હાર્ડ વર્ક આઉટ પણ કરે છે. જેમાં લીફ્ટ વધારે રાખવામાં આવે છે. આ સાથે જાણીતા ફિટનેસ ટ્રેનરના સુત્રો પણ યાદ રાખવા જેવા છે.
"સિકસ પેક કિચનમાં બને છે જીમમાં એક શેઈપ આપવામાં આવે છે
Running Walking And Yoga cares your Body but take care about your Diet "
હરીશભાઈ જોશી
(ટ્રેનર)
"Eat Healthy And Be Healthy."
વૃતિકા કુંભારાણા
(ટ્રેનર)
પુરક માહિતી:- હરીશભાઈ જોશી.